Junagadh News/ જૂનાગઢમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ મા (Girnar Mata)પર હુમલાની ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં ચકચાર મચાવી છે

Gujarat Others
જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ મા (Girnar Mata)પર હુમલાની ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં ચકચાર મચાવી છે

Junagadh News : જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ મા (Girnar Mata)પર હુમલાની ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં ચકચાર મચાવી છે. કિન્નર અખાડા ખાતે યોજાયેલી ભજન સંધ્યા દરમિયાન શિવગિરી નામનો સાધુ (Shivgiri Sadhu)નગ્ન અવસ્થામાં  હાથમાં ગદા લઈને અચાનક આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે અખાડાના સભ્યો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગિરનાર માતાને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી.

લીલી પરિક્રમા બાદ કિન્નર અખાડામાં ભજન સંધ્યાનું આયોજન

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં (Girnar Parikrama)ભાગ લેવા માટે જૂના કિન્નર અખાડાના (Kinnar Akhada)મહામંડલેશ્વર સહિત દેશના વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કિન્નરો પહોંચ્યા હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ કિન્નર અખાડા ખાતે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અખાડાના સભ્યો અને અન્ય સાધુ-સંતો ઉપસ્થિત હતા. ભજન-કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક બનેલી ઘટનાએ સમગ્ર માહોલને તંગ બનાવી દીધો હતો.

 હાથમાં ગદા લઈને નગ્ન અવસ્થામાં પહોંચ્યો શિવગિરી

ભજન સંધ્યા દરમિયાન શિવગિરી નામનો સાધુ (Shivgiri Sadhu)હાથમાં ગદા લઈને અચાનક નગ્ન અવસ્થામાં કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યો હતો. તેણે અખાડાના સભ્યો પર હુમલો શરૂ કરી દેતાં ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

અચાનક થયેલા હુમલાને કારણે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. આ ઘટનાથી ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ ખોરવાઈ ગયો હતો.

 ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માને હોસ્પિટલ ખસેડાયાં

આ હુમલામાં જૂના કિન્નર અખાડાનાં (Kinnar Akhada)1008 અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માને (Girnar Mata)ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સારવાર લીધા બાદ ગિરનાર માતાએ હુમલાખોર શિવગિરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હુમલાની ઘટના બાદ અખાડાના સભ્યોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

આરોપી શિવગિરી ફરાર, પોલીસે શરૂ કરી શોધખોળ

મળતી માહિતી મુજબ, હુમલો કરનાર શિવગિરી (Shivgiri Sadhu)અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મામલે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: મહાકુંભ મેળામાં મહામંડલેશ્વર સહિત ચાર પર હુમલો, કિન્નર અખાડામાં ઘટનાને પગલે અરાજકતા

આ પણ વાંચો: કિન્નર અખાડામાં બળવો થતાં મમતા કુલકર્ણી મહામંડલેશ્વરના પદ પરથી બરખાસ્ત

આ પણ વાંચો: ચિતા પાસે કિન્નર અઘોરીની કથિત હરકતનો વીડિયો વાયરલ, સંત સમાજમાં રોષ