બનાસકાંઠા/ દાંતીવાડામાં લક્ઝરી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોનાં મોત

બનાસકાંઠાના દાંતીવાડામાં લકઝરી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બે લોકોના મોત નીપજ્યાં.

Gujarat Others

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠાના દાંતીવાડાની છે. જ્યાં અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત નીપજ્યાં છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના દાંતીવાડામાં લકઝરી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. અકસ્માત બાદ લકઝરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જણાવીએ કે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકો નાંદોત્રાના રહેવાસી હતા.

આ પણ વાંચો :સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

આ મામલે જયારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંને યુવકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે અકસ્માતની જાણ મૃતક યુવનોના ઘરે કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

પરિવારમાં જવાન દિકરાને ગુમાતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન