Not Set/ સુરત/ નાના વરાછાની શાળાની માન્યતા કેમ રદ્દ કરવામાં આવી..?

નાના વરાછાની શાળાની માન્યતા રદ્દ અપૂરતી સુવિધાને લઇને માન્યતા રદ્દ મીઠીબા ગુજરાતી શાળાની માન્યતા રદ્દ હિન્દી માધ્યમની શાળાની માન્યતા રદ્દ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા માન્યતા રદ્દ શાળામાં 150 બાળકો કરી રહ્યા છે અભ્યાસ ધોરણ 1 થી ધોરણ 8 સુધીની છે શાળા સુરત જીલ્લાના નાના વરાછા ખાતે આવેલી મીઠીબા વિદ્યાલયની ગુજરાતી અને હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની […]

Gujarat Surat
  • નાના વરાછાની શાળાની માન્યતા રદ્દ
  • અપૂરતી સુવિધાને લઇને માન્યતા રદ્દ
  • મીઠીબા ગુજરાતી શાળાની માન્યતા રદ્દ
  • હિન્દી માધ્યમની શાળાની માન્યતા રદ્દ
  • પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા માન્યતા રદ્દ
  • શાળામાં 150 બાળકો કરી રહ્યા છે અભ્યાસ
  • ધોરણ 1 થી ધોરણ 8 સુધીની છે શાળા

સુરત જીલ્લાના નાના વરાછા ખાતે આવેલી મીઠીબા વિદ્યાલયની ગુજરાતી અને હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રદ્દ કરવામાં આવી છે. શાળામાં ચાલતી ગેરરીતી અને નિયમ ભંગ તથા અપૂરતી સુવિધા જેવા મુદ્દાને પગલે શાળાની માન્યતા રદ કરવામાં આવી  છે. હાલમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક વર્ગોની પરીક્ષા આપી શકશે પરંતુ પરિણામ બાદ અન્ય સ્કૂલમાં એડમિશન લેવું પડશે

પ્રાપ્ત માહિતી અનુસાર નાના વરાછા ખાતે આવેલા શિવા કોમ્પલેક્સમાં આવેલી પરસાણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય -ગુજરાતી માધ્યમ  અને બાપા સિતરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય -હિન્દી માધ્યમની  પ્રાથમિક શિક્ષણ નિયામક –ગાંધીનગર દ્વારા રદ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાના બાળકોની પરીક્ષાઓ નજીક છે ત્યારે આ શાળાની માન્યતા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે.

સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, 2020-21ના શૈક્ષણિક સત્રમાં ભણતા વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં પ્રવેશ ન લેવા તથા ભણતા વિદ્યાર્થીઓના એલસી કઢાવી લઈ અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા આદેશ આપ્યો છે. તે જોતા વર્તમાન વિદ્યાર્થીઓ પ્રાથમિક વર્ગોની પરીક્ષા આપી શકશે અને પરિણામ મેળવ્યા બાદ એલસી કઢાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો રહેશે. મીઠીબા વિદ્યાલય 2020-21ના શૈક્ષણિક સત્રમાં એડમિશન આપી શકશે નહીં. જ્યારે જૂના વિદ્યાર્થીઓને પરિક્ષાના રિઝલ્ટની સાથે એલસી આપવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.