pune news/ પુણે કોર્ટ બહાર ફાયરિંગથી ખળભળાટ, 4થી 5 હુમલાખોરોનો હુમલો; એક ઘાયલ

મહારાષ્ટ્રના પુણેમાં જિલ્લા અને સત્ર કોર્ટની બહાર હુમલાની (Pune Court Attack)ચોંકાવનારી ઘટના સામે આવી છે

Top Stories India Breaking News
મહારાષ્ટ્રના પુણેમાં જિલ્લા અને સત્ર કોર્ટની બહાર હુમલાની (Pune Court Attack)ચોંકાવનારી ઘટના સામે આવી છે

Pune News : મહારાષ્ટ્રના પુણેમાં જિલ્લા અને સત્ર કોર્ટની બહાર હુમલાની (Pune Court Attack)ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના શિવાજીનગર કોર્ટ (Shivajinagar Court)સંકુલની બહાર અજાણ્યા હુમલાખોરોએ એક વ્યક્તિને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં ગોળીબારના (Pune Court Firing)સમાચાર સામે આવ્યા હતા, જોકે હોસ્પિટલમાં તપાસ દરમિયાન ઘાયલ વ્યક્તિના શરીર પર ગોળી વાગ્યાના નિશાન મળ્યા ન હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

Pune Court Attack: બપોરે 1:15 વાગ્યે હુમલાની ઘટના

મળતી માહિતી અનુસાર, બુધવારે બપોરે આશરે 1:15 વાગ્યે પુણેના શિવાજીનગર કોર્ટ (Shivajinagar Court)સંકુલની બહાર મંદાર કિવડે (Mandar Kivde)નામના વ્યક્તિ પર ચારથી પાંચ અજાણ્યા હુમલાખોરોએ હુમલો (Pune Court Attack)કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં મંદાર કિવડે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગોળીબારની ચર્ચા વચ્ચે હથિયારો મળ્યાં

ઘટના બાદ કોર્ટની બહાર ગોળીબાર (Pune Court Firing)થયો હોવાની ચર્ચા શરૂ થતાં વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, સારવાર કરી રહેલા ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલ વ્યક્તિના શરીર પર ગોળી વાગ્યાના કોઈ ઘા જોવા મળ્યા નથી. તેને તીક્ષ્ણ હથિયારથી થયેલી ઇજાઓની સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ, પોલીસને ઘટનાસ્થળેથી બે બંદૂકો મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ હથિયારો કયા સંજોગોમાં ઉપયોગમાં લેવાયાં હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાખોરોની ઓળખ થઈ, પોલીસની તપાસ તેજ

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. કોર્ટ સંકુલની બહાર બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે.

ઘાયલ વ્યક્તિ સામે હત્યાનો કેસ નોંધાયો હતો

આ ઘટનામાં ઘાયલ થયેલા મંદાર કિવડેનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. પુણે શહેર પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં તેની સામે હત્યાનો કેસ નોંધાયો હતો. જોકે, તે તાજેતરમાં જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. હવે કોર્ટની બહાર તેના પર થયેલા હુમલા પાછળ જૂની અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:પાટણમાં શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગ, 5થી 6 રાઉન્ડ ગોળીબાર કરી બુકાનીધારીઓ ફરાર

આ પણ વાંચો: કુલગામમાં CRPF નાકા પર આતંકીઓનો ગોળીબાર, માત્ર 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ, 3 જવાનો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ, 3 રાઉન્ડ ફાયરિંગ