Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ(Vatva Clash)ની ઘટના સામે આવી છે. બાઇક પાર્કિંગ જેવી નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Vatva Clash : બચુભાઈના કૂવા પાસે જૂથ અથડામણ
વટવામાં બચુભાઈના કૂવા (Bachubhai Na Kuvo) પાસે બાઇક પાર્કિંગ (Bike Parking) મુદ્દે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આદિત્ય અને અરુણ સાથે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન માલિક સુરેશ ભરવાડ વચ્ચે પડતાં મામલો વધુ બિચક્યો હતો.
બાઇકમાં તોડફોડ કરી મારામારી
આરોપીઓએ બાઇકમાં તોડફોડ કરીને મારામારી કરી હતી. બે જૂથ વચ્ચેની આ અથડામણને કારણે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મારામારીના વીડિયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
વટવા પોલીસની કાર્યવાહી, ચાર આરોપીઓની ધરપકડ
ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ (Vatva Police) સમયસર ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. પપ્પુ ચુનારા (Pappu Chunara) સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ (Ahmedabad News)માં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે જૂથ અથડામણથી ખળભળાટ! કાપોદ્રામાં યુવકો પર લાકડીઓથી હુમલો, અમરોલીમાં પાઈપથી ફટકો
આ પણ વાંચો: જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે જૂથ અથડામણ: સામસામે પથ્થરમારો થતાં દર્શનાર્થીઓમાં દોડધામ
આ પણ વાંચો: પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ
