Ajab gajab News: Brazil Dog saved 2 years girl: બ્રાઝીલથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને સૌ કોઈની આંખો ભરાઈ આવી! આ અજબ ઘટનામાં 2 વર્ષની બાળકી મૈતે (Maite) પોતાના પરિવાર સાથે સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં એક નાનો સ્વિમિંગ પુલ (Swimming Pool) હતો. પાસે જ આ પરિવારનો એક પાલતુ શ્વાન તેરેઝા (Tereza Pet Dog) ફરી રહ્યો હતો. એ ગોલ્ડન રિટ્રીવર શ્વાન હતો. બાળકીની માતા ગ્લાડિસા કેકનો પીસ લેવા અંદર ગઈ અને એટલી જ વારમાં આ ઘટના બની ગઈ!

બ્રાઝીલની અજબ ઘટના (Brazil Dog saved 2 years girl)
આ ઘટના બ્રાઝીલના ચાપાડા ડૉસ ગુઈમારેસ (Brazilian Chapada Dos Guimaraes)ની છે. ઘરના આંગણામાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ અને ઈન્ટરનેટ પર વાયરલ થઈને (Brazil Viral Video) સૌ કોઈની આંખો ભીની કરી રહી છે! આ ઘટના 20 નવેમ્બરે સવારે લગભગ 11 વાગીને 8 મિનિટની છે. મોટા ભાગે કહેવાય છે કે શ્વાન માણસના સૌથી સારા દોસ્ત હોય છે પણ આ તાજેતરના વીડિયોએ સાબિત કરી દીધું કે એ કેવળ દોસ્ત જ નથી હોતા પણ જરુર પડ્યે પરિવારના સૌથી મોટા રક્ષક પણ બની જાય છે!
વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને સૌની આંખમાં પાણી આવી ગયા! માત્ર 2 વર્ષની બાળકી મૈતી એકલી જ પૂલની સીડીઓ ઉતરીને પાણીમાં જવા લાગી. અચાનક એનો પગ લપસ્યો અને એ પાણીમાં ડૂબવા લાગી…બાળકી હાથ-પગ હલાવી રહી હતી પણ બહાર ન નીકળી શકી!

પછી જે થયું એ કોઈ ચમત્કારથી કમ ન હતું!
કેવળ 3 મહિનાનું નાનું પપ્પી તેરેઝા દોડીને આવ્યું અને વિચાર્યા વિના પુલમાં કૂદી ગયું અને તરીને મૈતે પાસે પહોંચ્યુ અને બાળકીને જોરથી પકડી લીધી. તેરેઝા એની આસપાસ તરતી રહી અને બાળકીને ડૂબવા ન દીધી! ટેરેઝાની પીઠ અને શરીરનો સહારો મળવાથી બાળકીનું માથું પાણીની ઉપર આવી જાય છે અને એ ડૂબતા બચી જાય છે!
આટલી વારમાં માતા અને મોટી બહેન દોડીને આવી ગઈ અને બાળકી તથા પપ્પી બંનેને પૂલમાંથી સહીસલામત પહાર કાઢી દીધા. ટેરેઝાના પાણીમાં કૂદવાનો અવાજ સાંભળની ઘરની અંદરથી બાળકીની માતા અને મોટી બહેન દોડી આવ્યા અને માએ સીધી જ પૂલમાં છલાંગ લગાવીને બાળકીને સુરક્ષિત રીતે બહેર કાઢી દીધી. આ દરમિયાન ટેરેઝા (Tereza) સતત બાળકીની આસપાસ જ તરતી રહી જાણે એ નાનકડી પરીની સુરક્ષાની નિગરાની ન કરતી હોય! 15 સેકન્ડના આ વીડિયોએ સોશિયલ મીડિયા (Social Media) પર હલચલ મચાવી દીધી છે અને યૂઝર્સ ટેરેઝાની બહાદુરી અને સમજદારીની જારદાર પ્રશંસા કરી રહ્યાં છે.
તેરેઝા શ્વાનને સૌ હીરો કહી રહ્યાં છે! (Brazil Dog saved 2 years girl)
આ ઘટના બ્રાઝીલના ચાપાડા ડૉસ ગુઈમારેસ (Brazilian Chapada Dos Guimaraes)ની છે. ઘરના આંગણામાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ અને ઈન્ટરનેટ પર વાયરલ થઈને (Brazil Viral Video) સૌ કોઈની આંખો ભીની કરી રહી છે! આ ઘટના 20 નવેમ્બરે સવારે લગભગ 11 વાગીને 8 મિનિટની છે. મોટા ભાગે કહેવાય છે કે શ્વાન માણસના સૌથી સારા દોસ્ત હોય છે પણ આ તાજેતરના વીડિયોએ સાબિત કરી દીધું કે એ કેવળ દોસ્ત જ નથી હોતા પણ જરુર પડ્યે પરિવારના સૌથી મોટા રક્ષક પણ બની જાય છે!
મીડિયા રિપાર્ટ્સ અનુસાર, બંને બિલકુલ સહીસલામત છે અને મૈતેને કોઈ નુકસાન નથી થયું. ત્યાર બાદ માતાએ આ વીડિયો એટલે શૅર કર્યો જેથી અન્ય માતા-પિતા સમજી શકે કે દુર્ઘટના અમુક સેકન્ડમાં જ થઈ શકે છે!
અને તેરેઝા શ્વાનને બધા જ હીરો કહી રહ્યાં છે કારણ કે એ દિવસે કોઈ માણસ નહિં પરંતુ એક 3 મહિનાના પપ્પીએ એક માસૂમ બાળકી (Girl)નો જીવ બચાવ્યો હતો!
એક યૂઝર્સ તો લખે છે કે, “આ મૂંગા પાલતુ જાનવર નથી પણ આપણા ઘરના ફરિશ્તા (દેવદૂત) છે.” અન્ય એક યૂઝર લખે છે કે, “ગોલ્ડન રિટ્રીવર નસલના શ્વાન (Golden retriever breed Dogs) પોતાની સંવેદનશીલતા અને બાળકો પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે અને ટેરેઝાએ આજે એનું સૌથી મોટું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.”
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો : રસ્તા પર લોકોના પગ પકડતો રહ્યો વાનર…પછી એમ્બ્યુલન્સમાં બેસીને પહોંચ્યો હોસ્પિટલ..!
