Banaskantha News: બનાસકાંઠાના પાલનપુર(Palanpur)માં જૂથ અથડામણની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. પાલનપુરના ભાગળ ગામે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આના કારણે ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
Palanpur : ભાગળ ગામે જૂથ અથડામણ
મળતી વિગતો મુજબ, પાલનપુરના ભાગળ ગામે (Bhagal Village)બે કોમ વચ્ચેના વિવાદમાં જૂથ અથડામણ (Group Clash)સર્જાઈ હતી. ઘટનાને પગલે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વિગતો મુજબ, ઠાકોર વાસ(Thakor Vas)માં અન્ય સમાજના લોકો ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી હતી, જે બાદ મામલો વણસ્યો હતો.
અગાઉ 15 દિવસ પહેલાં પણ આ જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને કારણે ગામમાં સુલેહ-શાંતિનો ભંગ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
મારામારીનો વીડિયો વાયરલ
ઘટનાને પગલે ગામમાં લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો, ત્યારે કેટલાક લોકોએ મોબાઈલમાં તેનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થયા હતા. વીડિયો વાયરલ થતાં જ ગામમાં સોપો પડી ગયો હતો.
ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મારામારીના વીડિયો વાયરલ થતાં પોલીસને ઘટનાની જાણ થઈ હતી. ગામમાં શાંતિ જળવાઈ રહે અને બંને જૂથના લોકો કાયદો હાથમાં ન લે તે માટે પોલીસે ગામમાં ધામા નાખ્યા હતા અને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ગામમાં દોડી આવ્યો હતો. સાથે જ LCB અને SOGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં બાઇક પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ, પપ્પુ ચુનારા સહિત ચાર આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે જૂથ અથડામણથી ખળભળાટ! કાપોદ્રામાં યુવકો પર લાકડીઓથી હુમલો, અમરોલીમાં પાઈપથી ફટકો
આ પણ વાંચો: પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ
