Dhanera News/ ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી આવતી કારમાંથી ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરના બે આરોપી ઝડપાયા

Dhanera Drugs: નેનાવા ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી આવતી કારમાંથી 99.6 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, સુરેન્દ્રનગરના બે આરોપીની ધરપકડ

Gujarat Top Stories Others Breaking News
Dhanera Drugs

Dhanera News: ધાનેરા પાસે ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી એક કારમાંથી 99.6 ગ્રામ ડ્રગ્સ (Dhanera Drugs)મળી આવ્યું હતું. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Dhanera Drugs : નેનાવા ચેકપોસ્ટ પાસે ડ્રગ્સ ઝડપાયું

નેનાવા ચેકપોસ્ટ (Nenava Checkpost) પાસે રાજસ્થાન (Rajasthan)થી ગુજરાત તરફ આવતી કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 99.6 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરેન્દ્રનગરના બે આરોપીઓની ધરપકડ

ઝડપાયેલા આરોપીઓની ઓળખ માલવિકા ઠાકર અને રાજ ચૌહાણ તરીકે થઈ છે. બંને સુરેન્દ્રનગર (Surendranagar)ના રહેવાસી છે. પોલીસે NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ગઈકાલે પણ બે ગાડીઓમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું

આ પહેલાં ગઈકાલે પણ ધાનેરા પોલીસ (Dhanera Police)એ બે ગાડીઓમાંથી ડ્રગ્સ ઝડપ્યું હતું. તે કાર્યવાહીમાં છ આરોપીઓ પાસેથી 22 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આમ, પોલીસે સતત બીજા દિવસે કાર્યવાહી કરી છે.


આ પણ વાંચો :સુરતની કાસા મરીના હોટલ ડ્રગ્સ કેસમાં ચુકાદો: મુખ્ય આરોપી સરફરાઝ પટેલને 7 વર્ષની સખત કેદ

આ પણ વાંચો :સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો :ડ્રગ્સ કેસના આરોપીઓના 3 ગેરકાયદે મકાનો પર બુલડોઝર, AMC-પોલીસની કાર્યવાહી