National News/ YSRCPનું સીમાંકન બિલને સમર્થન, પરંતુ દક્ષિણ ભારત માટે મૂકી મોટી શરત

પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP એ સીમાંકન બિલ (Delimitation Bill) ને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે

Top Stories India
પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP એ સીમાંકન બિલ (Delimitation Bill) ને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે

National News : સંસદમાં સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને રાજકીય હલચલ તેજ બની છે. કેન્દ્રની મોદી સરકાર માટે હવે આંધ્રપ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP એ સીમાંકન બિલ (Delimitation Bill) ને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, પાર્ટીએ આ સમર્થન માટે એક મહત્વપૂર્ણ શરત પણ મૂકી છે. YSRCPનું કહેવું છે કે નવી વ્યવસ્થામાં તમામ રાજ્યો વચ્ચે પ્રાદેશિક સંતુલન જળવાવું જોઈએ.

Delimitation Billને YSRCPનું સમર્થન, પરંતુ શરત લાગુ

આંધ્રપ્રદેશની મુખ્ય પ્રાદેશિક પાર્ટી YSRCP ના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કેન્દ્ર સરકાર સંસદમાં સીમાંકન બિલ રજૂ કરશે તો પાર્ટી તેને સમર્થન આપશે. જોકે, આ સમર્થન ત્યારે જ મળશે જ્યારે નવી વ્યવસ્થાથી કોઈ રાજ્યને નુકસાન ન થાય અને તમામ રાજ્યોના હિતોનું ધ્યાન રાખવામાં આવે.

પાર્ટીનું મુખ્ય ધ્યાન દક્ષિણ ભારતના રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વ પર છે. લોકસભામાં YSRCPના હાલમાં ચાર સાંસદો છે. આવી સ્થિતિમાં પાર્ટીનું સમર્થન સરકાર માટે સંસદીય ગણિતની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

 30 નવેમ્બરથી સંસદમાં બિલ પર ચર્ચાની શક્યતા

સંસદનું આગામી સત્ર 30 નવેમ્બરથી શરૂ થવાનું છે. લોકસભાની કાર્યવાહી 30 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી મળશે. બંને ગૃહોની કાર્યવાહી 3 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકારી કામકાજની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને ગૃહોની બેઠક ફરી બોલાવવા વિનંતી કરવામાં આવી છે.

 લોકસભાની બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ

સીમાંકન બિલમાં લોકસભાની કુલ બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હોવાનું માનવામાં આવે છે. તેમાં રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકો રાખવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

સરકારના પ્રસ્તાવ મુજબ લોકસભા બેઠકો (Lok Sabha Seats)માં તમામ રાજ્યો માટે 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ માટે 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે બેઠકોનો હાલનો ગુણોત્તર જાળવી રાખવાનો વિકલ્પ વિચારણા હેઠળ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

 દક્ષિણનાં રાજ્યોની ચિંતા દૂર કરવા સરકારનો નવો ફોર્મ્યુલા

સીમાંકનને લઈને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વસ્તી નિયંત્રણમાં સફળ રહેલાં રાજ્યોને ભવિષ્યમાં રાજકીય પ્રતિનિધિત્વમાં નુકસાન ન થાય તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

આ જ કારણસર સરકાર પ્રાદેશિક સંતુલન (Regional Balance) જાળવવા માટે નવા ફોર્મ્યુલા પર વિચાર કરી રહી છે. બીજી તરફ, મહિલા અનામત (Women Reservation)ના અમલીકરણ સાથે પણ આ બિલને જોડીને જોવામાં આવી રહ્યું છે.

હવે સૌની નજર કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક પર છે. કેબિનેટની મંજૂરી બાદ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. YSRCPના સમર્થનથી સરકારની સ્થિતિ મજબૂત બની શકે છે, પરંતુ અંતિમ નિર્ણય બિલની જોગવાઈઓ પર નિર્ભર રહેશે.


આ પણ વાંચો: સુપ્રિયા સુલેના સૂર બદલાયા? સીમાંકન બિલ પર નરમ વલણ

આ પણ વાંચો: સીમાંકન બિલ માટે NDA પાસે 45 સાંસદ ઓછા? સંજય રાઉતનો ₹150 કરોડની ઓફરનો દાવો

આ પણ વાંચો: આજથી સંસદનું ચોમાસુ સત્ર: સીમાંકન બિલ પર DMKના સમર્થનના સંકેત; પાંચ મહત્વના બિલ આવની પણ શક્યતા