Jaipur News: રાજસ્થાનની રાજધાની જયપુરના રામનગર વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતનો બનાવ (Jaipur Family Case) સામે આવતાં ચકચાર મચી ગઈ છે. કાંવટિયા સર્કલ પાસે આવેલા એક મકાનમાંથી માતા સરોજ, તેમના પુત્ર અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ભટ્ટા બસ્તી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
Jaipur Family Case: બંધ રૂમમાંથી મળી આવ્યા ત્રણ મૃતદેહ
આ ઘટના ભટ્ટા બસ્તી પોલીસ (Bhatta Basti Police) સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રામનગરની છે. કાંવટિયા હોસ્પિટલથી વિદ્યાધર નગર રોડ તરફ HDFC બેંક નજીક આવેલા મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આ બનાવ બન્યો (Family Death Case) હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પ્રાથમિક તપાસમાં સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
નોટમાં મોબાઇલનો ઉલ્લેખ મળતાં તપાસનો નવો વળાંક
ઘટનાસ્થળેથી પોલીસને એક નોટ મળી આવી છે, જેમાં મોબાઇલ ફોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ હવે મોબાઇલ ફોનમાં રહેલી વિગતોની તપાસ (Mobile Phone Investigation) કરી રહી છે. પરિવારની પરિસ્થિતિ અને અન્ય સંબંધિત પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
FSL ટીમે એકત્ર કર્યા પુરાવા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમે રૂમ અને આસપાસની પરિસ્થિતિની તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.
હાલ ભટ્ટા બસ્તી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મોબાઇલ ફોનની વિગતો અને ફોરેન્સિક તપાસના આધારે જ આ દુઃખદ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: સુરતના વેસુમાં હચમચાવનારી ઘટના, હેપ્પી એલિગન્સ બિલ્ડિંગમાં પરિવારનો સામૂહિક આત્મહત્યા પ્રયાસ, ત્રણના મોત
આ પણ વાંચો: સુરતના લાલગેટ વિસ્તારમાં સામૂહિક આત્મહત્યા, પતિ-પત્ની,13 વર્ષીય પુત્રનું મોત
આ પણ વાંચો: અમદાવાદના બગોદરામાં એકજ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યા
