Ahmedabad News/ અમદાવાદીઓ ધ્યાન આપજો! શિલાલેખથી નારાયણઘાટ સુધીનો રસ્તો 1 ડિસેમ્બરથી બંધ

અમદાવાદમાં (Ahmedabad Traffic) ટોરેન્ટ પાવર અને બ્રિજની કામગીરીને કારણે શિલાલેખથી નારાયણઘાટ સુધીનો રોડ 1થી 15 ડિસેમ્બર બંધ રહેશે. સારંગપુર બ્રિજ જુલાઈ 2027 સુધી બંધ રહેશે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Ahmedabad Traffic: શિલાલેખ રોડ 15 દિવસ બંધ, સારંગપુર બ્રિજ બંધ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર અને બ્રિજની કામગીરીને કારણે વાહનચાલકો માટે ટ્રાફિકના (Ahmedabad Traffic) નવા નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ સુધીનો માર્ગ 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી બંધ (Shilalekh Road Closed) રહેશે. બીજી તરફ, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંતર્ગત સારંગપુર બ્રિજ 31 જુલાઈ, 2027 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ ઉપરાંત નરોડામાં વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધીના 250 મીટરના માર્ગને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Ahmedabad Traffic: શિલાલેખથી નારાયણઘાટ સુધી 15 દિવસ માર્ગ બંધ

શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ (Narayanghat Road) સુધી અંડરગ્રાઉન્ડ કે.વી. કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ રહેશે. નવી પોલીસ કમિશનર કચેરી તરફથી આવતા વાહનો પીકનીક હાઉસથી વળી નારાયણઘાટ થઈ દફનાળા તરફ જઈ શકશે. દફનાળા તરફથી આવતા વાહનો નારાયણઘાટ થઈ પીકનીક હાઉસ મારફતે શિલાલેખ ત્રણ રસ્તા તરફ જઈ શકશે.

સારંગપુર બ્રિજ 31 જુલાઈ, 2027 સુધી બંધ

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જૂનો સારંગપુર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આથી બ્રિજ 31 જુલાઈ, 2027 સુધી બંધ રહેશે. ગીતા મંદિર, ગાંધી રોડ અને ખાડિયા તરફ જતાં વાહનચાલકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, અનુપમ બ્રિજ, એપરલ પાર્ક અને અનુપમ સિનેમા થઈને જઈ શકશે.

ગીતા મંદિર અને કાલુપુર સર્કલ તરફ જવા માટે સારંગપુર સર્કલથી રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે. આ રસ્તે મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ અને અન્ય માર્ગો પર પહોંચી શકાશે.

રખિયાલ-ઓઢવ તરફથી આવતા વાહનો માટે વૈકલ્પિક રૂટ

રખિયાલ-ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ (Sarangpur Bridge Closure) તરફ આવતા વાહનો રખિયાલ ચાર રસ્તા, ન્યૂ કોટન ચાર રસ્તા, અનુપમ સિનેમા, અનુપમ બ્રિજ અને કાંકરિયા થઈ ગીતા મંદિર જઈ શકશે. જ્યારે કાલુપુર સર્કલ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા, ચારતોડા કબ્રસ્તાન અને સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજનો વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લઈ શકાશે.

વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધી નો-પાર્કિંગ ઝોન

નરોડામાં વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધીના 250 મીટરના માર્ગને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ 28 નવેમ્બરની મધરાતથી શરૂ થશે. નરોડા વ્યાસવાડીથી હરિદર્શન રોડ પર કુલ 6 શાળાઓ આવેલી છે. જાહેર માર્ગ પર વાહનો પાર્ક થવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકનું નિયમન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ભાટ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો નવો ઉકેલ, 300 મીટરના યુ-ટર્ન બનશે; 15 દિવસમાં રાહતની આશા

આ પણ વાંચો: અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત! શીલજ જંકશન પર કરોડોના ખર્ચે 6 લેન બ્રિજનું નિર્માણ

આ પણ વાંચો: અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 6 લેન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો