Bharuch News/ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પાસે રીક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજો ઝડપાયો, SOGએ રૂ.4.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

bharuch Ganja Seized ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પાસે રીક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજો ઝડપાયો, SOGએ રૂ.4.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપ્યો

Gujarat Others Breaking News
bharuch ganja seized

Bharuch News : ભરૂચમાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. નર્મદા મૈયા બ્રિજ પાસેથી પસાર થતી એક રીક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો(bharuch Ganja Seized)છે. SOGની ટીમે આ કાર્યવાહીમાં રૂ.4.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

bharuch Ganja Seized :રીક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજો કબજે

બાતમીના આધારે ભરૂચ SOG (Bharuch SOG)ની ટીમે નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીક્ષાને રોકીને તપાસ કરતાં તેમાંથી 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સાથે રીક્ષા સહિતનો કુલ રૂ.4.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સદરૂદ્દીન દિવાન નામનો આરોપી ઝડપાયો

આ કાર્યવાહીમાં પોલીસે સદરૂદ્દીન દિવાન નામના આરોપીને ઝડપી લીધો છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભરૂચ (Bharuch)માં કોને સપ્લાય કરવાનો હતો.

NDPS હેઠળ કાર્યવાહી, નેટવર્ક અંગે તપાસ

આ મામલે C ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાના નેટવર્કની અન્ય કડીઓ શોધવા માટે તપાસ શરૂ કરી છે, જેમાં વધુ કેટલાક શખ્સોની સંડોવણી સામે આવવાની શક્યતા છે.


આ પણ વાંચો:કરજણમાં ઘરઘંટીમાં છુપાવેલો અને બાઇક પર લઈ જવાતો ગાંજો ઝડપાયો, 2 શખ્સ પકડાયા

આ પણ વાંચો:સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.913 કિલો ગાંજો ઝડપાયો, 14 પેકેટમાં છુપાવ્યો હતો જથ્થો