Vavtharad News/ સુઈગામના કોરેટીમાં કેનાલના પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ

સુઈગામ તાલુકામાં કોરેટીના ખેડૂતોનો વિરોધ (Koreti Farmers Protest), રવિ સિઝનમાં કેનાલનું પાણી ન મળતાં 400-500 એકર જમીન કોરી રહી હોવાની રાવ

Others Gujarat Breaking News
Koreti Farmers Protest

Vav-Tharad News: કોરેટીના ખેડૂતોનો વિરોધ (Koreti Farmers Protest) ઉગ્ર બન્યો છે. સરહદી પંથકના આ ગામમાં સિંચાઈની સમસ્યાથી અકળાયેલા ધરતીપુત્રોએ થાળી વગાડીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ઊભા થયેલા સંકટને ટાળવા તેમણે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે.

Koreti Farmers Protest:પાણી વિના 400થી 500 એકર જમીન કોરી

સુઈગામ તાલુકા (Suigam Taluka)ના કોરેટી ગામમાં ઑક્ટોબરથી અત્યાર સુધી સિંચાઈ માટે પૂરતું પાણી મળ્યું ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. કેનાલના પાણી (Canal Water)ના અભાવે 400થી 500 એકર પિયત જમીન કોરી પડી હોવાનું તેમનું કહેવું છે.

દેવું કરીને ખરીદ્યાં બિયારણ અને ખાતર

ખેડૂતોએ રવિ સિઝન (Rabi Season) માટે મોંઘા ભાવનાં બિયારણ અને ખાતર ખરીદીને વાવણી કરી છે. ઘણા ખેડૂતોએ આ ખર્ચ માટે વ્યાજે નાણાં લીધાં છે. હવે પાણી ન મળતાં પાક બગડવાની ચિંતા સતાવી રહી છે.

રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યાનો આક્ષેપ

એક સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અલ-નીનોની અસરથી વરસાદ ઓછો રહ્યો અને હવે પાણી વિના ખેતર કોરું પડ્યું હોવાથી વર્ષ કાઢવું મુશ્કેલ હોવાની વ્યથા તેમણે વ્યક્ત કરી હતી.

પશુધન સાથે હિજરત કરવાની નોબતની ભીતિ

ખેડૂતોના કહેવા મુજબ, આશરે 100થી 150 ખેડૂતો આ સમસ્યાથી પ્રભાવિત છે. વર્ષ 2015થી પૂર અને ખારાશના કારણે જમીનની સ્થિતિ અંગે પણ તેમણે ચિંતા દર્શાવી છે. શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો પશુઓ સાથે હિજરત (Cattle Migration) કરવાની નોબત આવી શકે છે.


આ પણ વાંચો: આ વર્ષે કેરી ખાવા માટે કરવી પડશે વધુ રાહ? નવસારીમાં મોરના બદલે કૂંપળો ફૂટતાં ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો: આ વર્ષે મોંઘી પડશે કેસર કેરી? અમરેલીમાં ઠંડીના અભાવે ફ્લાવરિંગને લઈને ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો: ખેડૂતોને દરરોજ 10 કલાક વીજળી આપવાની માગ, ભારતીય કિસાન સંઘે CM અને ઊર્જા મંત્રીને કરી રજૂઆત