chennai news/ સીમાંકન બિલ પર સ્ટાલિન મક્કમ, ચેન્નઈમાં સોનિયા-રાહુલની મનામણાં બેઠકથી કોઈ ઉકેલ નહીં

સીમાંકન બિલ (Delimitation Bill)ને સ્ટાલિને સમર્થન જાહેર કર્યું, ચેન્નઈમાં સોનિયા-રાહુલ સાથેની બેઠક નિષ્ફળ, ઈન્ડિયા ગઠબંધનમાં મોટી તિરાડ

India Breaking News
Delimitation Bill

Chennai News: સીમાંકન બિલ (Delimitation Bill) 2026ના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે. ડીએમકે અને એનસીપીએ કેન્દ્ર સરકારના બિલને સમર્થન કર્યું છે. જેને લઈ વિપક્ષી ગઠબંધનને ઝડકો લાગ્યો છે. આ બિલ પર 30 નવેમ્બરે સંસદમાં નિર્ણય થશે.

Delimitation Bill :કોંગ્રેસની ચિંતા વધી, નેતાઓ ચેન્નઈ પહોંચ્યા

ઈન્ડિયા ગઠબંધન (INDIA Bloc)માં તિરાડથી કોંગ્રેસની ચિંતા વધી છે. નારાજ સ્ટાલિનને મનાવવા કોંગ્રેસના ટોચના નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi), સહિતના ચેન્નઈ પહોંચ્યા હતા. ત્યાં સ્ટાલિનના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓનો વિરોધ કર્યોં હતો.

રાહુલ ગાંધીનો પ્રહાર

મુલાકાત બાદ ચેન્નઈમાં પત્રકારો સાથે વાત કરતા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બેઠકને સૌહાર્દપૂર્ણ ગણાવી. તેમણે એવો દાવો કર્યો કે એકવાર ભાજપ 850 બેઠકોની લોકસભાને નવો આકાર આપી દેશે, તો દેશમાં લોકશાહી ખતમ થઈ જશે.

સ્ટાલિનનું સ્પષ્ટ વલણ

Delimitation Bill
Delimitation Bill Stalin Supports INDIA Bloc

બેઠક બાદ એમ.કે. સ્ટાલિન (MK Stalin)એ સ્પષ્ટ કર્યું કે બિલ અંગે તેમનું વલણ બદલાયું નથી. તેમના કહેવા મુજબ, 1971ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન થાય તો તમિલનાડુ અને સમગ્ર દક્ષિણના રાજ્યો પર પ્રતિકૂળ અસર પડશે. તેથી બિલને સમર્થન આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, એમ તેમણે જણાવ્યું.

“તમિલનાડુ પ્રથમ” : આગામી 25 વર્ષની સુરક્ષાનો દાવો

ડીએમકે (DMK)ના પ્રમુખ સ્ટાલિને કહ્યું કે બિલ પડી ભાંગે તો તમિલનાડુને મળતું લઘુત્તમ રક્ષણ પણ ગુમાવવું પડશે. સંસદની તાકાતનો ઉપયોગ કરી આગામી 25 વર્ષ માટે તમિલનાડુનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનો તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં તેમનું વલણ “તમિલનાડુ પ્રથમ” જ રહેશે.


આ પણ વાંચો: રાહુલે કહ્યું, સીમાંકન બિલ લોકશાહીનો અંત લાવશે, ભાજપ ચૂંટણી નકશો બદલી પોતાનો ફાયદો ઇચ્છે છે

આ પણ વાંચો: ખડગેના નિવાસસ્થાને ઈન્ડિયા ગઠબંધનની બેઠક, સીમાંકન બિલ મુદ્દે સરકાર સામે મોરચો માંડવાની રણનીતિ ઘડાઈ

આ પણ વાંચો: સુપ્રિયા સુલે બનશે કેન્દ્રીય મંત્રી? સીમાંકન બિલ પર NCP(SP)ના સમર્થન બાદ રાજકીય ચર્ચા તેજ