Vapi News/ વાપીના ચંડોર નજીક દમણના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, 1 આરોપી પકડાયો, 3 ફરાર

Vapi Murder : વાપીના ચંડોર નજીક દમણના યુવાનની હત્યાના કેસમાં ટેકનિકલ એનાલિસિસથી 1 આરોપી ઝડપાયો, લૂંટ કરી મૃતદેહ ડુંગર પર ફેંકનાર 3 સાગરિતો ફરાર

Others Gujarat Breaking News
Vapi Murder

Vapi News: વાપીના ચંડોર વિસ્તારમાં ડુંગર પરથી મળેલી દમણના યુવાનની મૃતદેહ અંગે મોટો ખુલાસો થયો છે. આ મામલો હત્યા (Vapi Murder)નો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીને પકડી લીધો છે, જ્યારે તેના ત્રણ સાથીદારો હજુ ફરાર છે.

Vapi Murder: નદી કિનારે ડુંગર પરથી મળ્યો હતો મૃતદેહ

વાપીના ચંડોર ગામે દમણની હદને અડીને આવેલી નદી કિનારે ડુંગર પરથી ભેદી સંજોગોમાં એક યુવાનની લાશ મળી હતી. ઓળખ થતા તે દમણના ડાભેલ ખાતે રહેતા 42 વર્ષીય વેદપ્રકાશ રામસિયા તિવારી તરીકે થઈ. વાપી ટાઉન પોલીસ (Vapi Town Police) સ્થળ પર દોડી ગઈ હતી. પી.એમ. રિપોર્ટમાં હત્યા થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. મૃતક 22 નવેમ્બરે રાત્રે ફોન પર વાત કરતા ઘરેથી નીકળ્યા પછી ગુમ થયા હતા, જેની જાણવાજોગ ફરિયાદ અગાઉ દાખલ થઈ હતી.

ટેકનિકલ તપાસથી આરોપી સુધી પહોંચી પોલીસ

પોલીસે ટેકનિકલ એનાલિસિસ (Technical Analysis) અને મળેલી બાતમીના આધારે નામધા, વાપીમાં રહેતા રાજીવ મુરારી સાવની અટકાયત કરી. સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. રાજીવે કબૂલ્યું કે તેણે અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને લૂંટ કરી હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ કરવા લાશ ડુંગર પર ત્યજી દીધી હતી.

પોલો એપથી સંપર્ક કરી બોલાવ્યો

પોલીસ તપાસ મુજબ, રાજીવે પોલો એપ (Polo App) મારફતે વેદપ્રકાશનો સંપર્ક કર્યો હતો. 22 નવેમ્બરે તેને બાઈક પર બેસાડી ચંડોરના ખુલ્લા કોતરમાં લઈ ગયો હતો. યોજના મુજબ, બંને વચ્ચે સમલૈંગિક પ્રક્રિયા શરૂ થતાં જ અન્ય ત્રણ સાથીદારો ત્યાં પહોંચી ગયા હતા.

લૂંટ, જીવલેણ હુમલો અને ફરાર આરોપી

ત્રણેય સાથીદારોએ ધાકધમકી આપી ઘડિયાળ અને મોબાઈલની લૂંટ (Robbery) કરી, જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. આરોપીઓએ ગુનો છુપાવવા અને મોતને કુદરતી દર્શાવવા લાશ ડુંગર પર ફેંકી દીધી હતી. પોલીસે ફરાર ત્રણેય આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.


આ પણ વાંચો: વાપી ખંડણી કેસમાં મોટો વળાંક: આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, SOG PIએ પગમાં મારી ગોળી

આ પણ વાંચો: વલસાડના વાપીમાં SOGની કાર્યવાહી, સોપારી ભરેલી 10 ટ્રક ઝડપાઈ, કર્ણાટકથી આવેલા જથ્થાના દસ્તાવેજોની તપાસ શરૂ

આ પણ વાંચો: વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુથી જીવલેણ હુમલો, ICUમાં સારવાર હેઠળ, પોલીસ તપાસ શરૂ