Ahmedabad News/ હેબતપુરમાં 8 વર્ષની માસૂમ શૌચાલયની ટાંકીમાં ખાબકી, બેભાન હાલતમાં બહાર કઢાઈ

અમદાવાદના હેબતપુર(Hebatpur)માં પે એન્ડ યૂઝ શૌચાલયની પાણીની ટાંકીમાં 8 વર્ષની બાળકી પડી, ફાયર બ્રિગેડે બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડી

Gujarat Top Stories Ahmedabad Breaking News
hebatpur

Ahmedabad News: પે એન્ડ યૂઝ શૌચાલયની પાણીની ટાંકીમાં 8 વર્ષની બાળકી અકસ્માતે પડી જવાની ગંભીર ઘટના સામે આવી છે. બનાવ અમદાવાદ શહેરના હેબતપુર (Hebatpur)વિસ્તારમાં બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

હેબતપુર (Hebatpur)માં કોર્પોરેશન સંચાલિત શૌચાલયમાં બની ઘટના

આ પે એન્ડ યૂઝ શૌચાલય હેબતપુર વિસ્તારમાં આવેલું છે અને તેનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા કરવામાં આવે છે. આ શૌચાલયની પાણીની ટાંકીમાં માસૂમ બાળકી અકસ્માતે પડી ગઈ હતી.

ફાયર બ્રિગેડે હાથ ધર્યું રેસ્ક્યૂ

બનાવની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ (Fire Brigade)ને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ટીમે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાથ ધરી બાળકીને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી હતી.

બેભાન બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી, તેથી કોઈપણ વિલંબ કર્યા વિના તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવી છે. બાળકીની હાલની તબિયત અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી.


આ પણ વાંચો:ઈડરની PTC કોલેજમાં પીવાના પાણીની ટાંકીમાંથી મૃત શ્વાન મળ્યો: વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં

આ પણ વાંચો:અસારવા પાણીની ટાંકીમાંથી ખોપરી-હાડકાં મળતાં સવાલ, માનવીના છે કે પ્રાણીના રહસ્ય

આ પણ વાંચો:બિહારમાં શૌચાલયની ટાંકીની સેન્ટ્રિંગ ખોલવા ઉતરેલા ચાર કામદારોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત