Not Set/ દેશમાં 62 ટકા જેટલા હાઉસીંગ પ્રોજેક્ટ્સ આ કારણોસર અટકી પડ્યાં છે.

નવી દિલ્હી, જીએસટી અને બાંધકામ ક્ષેત્રે લાગુ થયેલ રેરાના કાયદાના કારણે દેશના બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જેના કારણે દેશના ટોચના ૫૦ શહેરોમાં ઓછામાં ઓછા 62 ટકાથી વધુ નિર્માણાધીન આવાસ યોજનાઓ લટકી પડી છે. જ્યારે હાઈરાઈઝ ફ્લેટ્‌સ અને એપાર્ટમેન્ટમાં અધવચ્ચે લટકી પડેલ પ્રોજેક્ટોનુ પ્રમાણ તેથી પણ વધુ એટલે કે ૬૪ ટકા છે. આ આંકડાઓ […]

India

નવી દિલ્હી,

જીએસટી અને બાંધકામ ક્ષેત્રે લાગુ થયેલ રેરાના કાયદાના કારણે દેશના બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જેના કારણે દેશના ટોચના ૫૦ શહેરોમાં ઓછામાં ઓછા 62 ટકાથી વધુ નિર્માણાધીન આવાસ યોજનાઓ લટકી પડી છે. જ્યારે હાઈરાઈઝ ફ્લેટ્‌સ અને એપાર્ટમેન્ટમાં અધવચ્ચે લટકી પડેલ પ્રોજેક્ટોનુ પ્રમાણ તેથી પણ વધુ એટલે કે ૬૪ ટકા છે. આ આંકડાઓ રીયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત રીસર્ચ ફર્મના અભ્યાસમાં સામે આવ્યા છે. ફ્લેટ ખરીદનાર લોકોના હિતોની રક્ષા કરતી સંસ્થા ફાઈટ ફોર રેરાને રીસર્ચ ફર્મ લાઈસેસ ફોરમ દ્વારા તૈયાર કરાયેલ રીપોર્ટ હાથ લાગ્યો છે.

આ રીપોર્ટ મુજબ લગભગ ૩૦ ટકા અંડર કન્ટ્રક્શન પ્રોજેક્ટ બે કે તેથી વધુ વર્ષોથી લટકેલા છે. ફાઈટર ફોર રેરાના પ્રમુખ અભય ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, બે કે તેથી વધુ વર્ષથી લટકી પડેલ ફ્લેટના પ્રોજેક્ટમાં એવા પ્રોજેક્ટની સંખ્યા ઘણી વધારે છે જેમના કામ છેલ્લા ૪થી ૫ વર્ષથી ચાલી રહ્યા છે. રેરાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે નવા પ્રોજેક્ટોમાં વિલંબ થાય નહીં. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યુ હતું કે એકલા મહારાષ્ટ્રમાં ૫.૩ લાખ અંડર કન્ટ્રક્શન પ્રોજેક્ટ લટકેલા છે. જેમાંથી ૨૦ ટકા પ્રોજેક્ટ તો ૩ વર્ષ કરતા પણ લાંબા સમયથી બની રહ્યા છે. કોર્ટે મકાન અને શહેરી વિકાસ મંત્રાલયને આદેશ આપ્યો છે કે દેશભરમાં લટકેલ પ્રોજેક્ટ અંગે યોગ્ય માહિતી એકત્રિત કરીને આવી યોજનાઓનો સાચો આંકડો કોર્ટમાં રજુ કરવામાં આવે.