વર્ષ ૨૦૧૭માં બીસેસએફના જવાને એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે બીએસએફના જમવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
આ જવાન તેજ બહાદુર યાદવના ૨૨ વર્ષીય દીકરાની આત્મહત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે રાત્રે હરિયાણામાં રેવડી સ્થિત તેના ઘરમાં રોહિતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના દરમ્યાન તેના ઘરમાં કોઈ ઉપસ્થિત નહતું.
Haryana: Rohit, 22-year-old son of Tej Bahadur Yadav (BSF constable who was dismissed from service after he had released a video last year on quality of food served to soldiers) found dead at his residence in Shanti Vihar, Rewari. pic.twitter.com/sVhY5ve6Ju
— ANI (@ANI) January 17, 2019
રોહિતના પિતા પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભના મેળામાં ગયા હતા જયરે તેના માતા ઓફીસ પર હતા.
રોહિત દિલ્લી યુનિવર્સીટીમાં બીએના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. હજુ બે દિવસ પહેલા જ તે ઘરે આવ્યો હતો. ગુરુવારે જયારે તેની માતા શર્મિલા દેવીએ દરવાજો ખખડાવ્યો પણ રોહિતે ખોલ્યો નહતો જેને લઈને તેમણે પોલીસને ખબર આપી હતી.
પોલીસે આ મામલે જણાવ્યું કે રોહિતે આત્મહત્યા કરી લીધી હતી તેની ડેડ બોડી બેડ પર પડી હતી અને તેના એક હાથમાં રિવોલ્વર હતી.આ ઘટનાની જાણકારી રોહિતના પિતાને આપવામાં આવી હતી જેઓ કુંભના મેળામાં ગયા હતા.
શું હતું વાયરલ વિડીયોમાં ?
એપ્રિલ ૨૦૧૭ના રોજ બીએસએફના જવાન તેજ બહાદુર તેમના વિડીયોને લીધે ચર્ચામાં આવ્યા હતા. તેમણે બીએસએફના ખરાબ જમવાના પ્રશ્નો ઉઠાવતો વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં તેમને દોશી ઠહેરાવીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તેમની પત્ની ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં નોકરી કરે છે. ઘણા સમયથી તેઓ કાલકા રોડ પર આવેલ શાંતિ વિહાર કોલોનીમાં રહે છે.
