ચીનને નેપાળને પોતાની તરફ કરવાની કોશિશ પર વધુ એક ઝટકો લાગ્યો છે. નેપાળ સરકારે બુધી ગંડાકી નદી પર નિર્માણ થઇ રહેલા હાઇડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટનો ચીની કંપની સાથે કરવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. નેપાળના ઉપ- પ્રધાનમંત્રી કમલ થાપાએ આ અંગે ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે, હવે પ્રોજેક્ટનો આ કોન્ટ્રાક્ટ કોઈ ભારતીય કંપનીને મળી શકે છે.
કમલ થાપાએ આ અંગે ટ્વીટ દ્વારા જણાવ્યું, “કેબિનેટે ગેચોઉબા ગ્રુપ સાથે બુધી ગંદકી નદી પર નિર્માણ થઇ રહેલા હાઇડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટને રદ્દ કરી દીધો છે. પરંતુ આ અંગે જયારે ચીનને પૂછવામાં આવતા ચીનીવિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, આ મુદ્દે હાલ કોઈ માહિતી નથી, નેપાળ અને ચીનના સંબંધ ખુબ સારા છે.
મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ પ્રચંડ સરકારે ચીનના ગેચોઉબા ગ્રુપને આપ્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપ લાગ્યા હતા કે, આ પ્રોજેક્ટ અંગેની હરાજીની પ્રક્રિયામાં કોઈ ગડબડી થઇ હતી અને આ પ્રોજેક્ટ ચીની કંપનીને આપવામાં આવ્યો હતો.
