Not Set/ હિતુ કનોડિયાને ટીકીટ અપાતા સ્થાનિકો રોષે ભરાયા

સાબરકાંઠા: સાબરકાંઠના ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. ઇડર વિધાનસભા બેઠક પરથી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિરોધ કર્યો હતો આ ઉપરાંત હિતુ કનોડિયા વિરોધમાં પોસ્ટર પણ લગાવ્યા હતા. હારે છે હારે છે નવા ઉમેદવારની લ્હાયામાં ભાજપ હારે છે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં […]

Top Stories

સાબરકાંઠા:

સાબરકાંઠના ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. ઇડર વિધાનસભા બેઠક પરથી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિરોધ કર્યો હતો આ ઉપરાંત હિતુ કનોડિયા વિરોધમાં પોસ્ટર પણ લગાવ્યા હતા. હારે છે હારે છે નવા ઉમેદવારની લ્હાયામાં ભાજપ હારે છે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇડર વિધાનસભામાં રમણલાલ વોરાની ટીકીટ કાપીને અભિનેતા હિતું કનોડીયાને ટીકીટ ફાળવતા વિવાદ સર્જાયો છે.

તો બીજી તરફ ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને ઇડર વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો.. જો કે હિતુ કનોડિયાએ મંતવ્ય ન્યૂઝની ખાસ વાત-ચીતમાં જણાવ્યું હતું કે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેમા હું ખરો ઉતરીશ અને ઇડરમાં વિકાસના કામને આગળ વધારીશ. વધુમાં જણાવ્યું હતું કે રમણલાલ વોરાના માર્ગદર્શન હેઠળ હું વિકાસના કાર્યો કરતો રહીશ.