Not Set/ વિધાનસભાની આ બેઠકો પર રવિવારે યોજાશે પુન:મતદાન, જુઓ

૧૪ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં મતદાન દરમિયાન ૧૨ બેઠકો પર EVM મશીન, VVPAT માં ખરાબી તેમજ જૂથ અથડામણ અને આગચંપીના બનાવો બન્યા હતા. આ તમામ મુદ્દાઓને લઈને ચુંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ આ ફરિયાદને જોતા ચુંટણીપંચ દ્વારા ૧૨ બેઠકો પર ૧૭ ડિસેમ્બરના રોજ પુન:મતદાન યોજવાનો નિર્ણય […]

Gujarat

૧૪ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં મતદાન દરમિયાન ૧૨ બેઠકો પર EVM મશીન, VVPAT માં ખરાબી તેમજ જૂથ અથડામણ અને આગચંપીના બનાવો બન્યા હતા. આ તમામ મુદ્દાઓને લઈને ચુંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ આ ફરિયાદને જોતા ચુંટણીપંચ દ્વારા ૧૨ બેઠકો પર ૧૭ ડિસેમ્બરના રોજ પુન:મતદાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ૧૨ બેઠકો પર યોજાશે પુન:મતદાન,

  • વડગામના છનીયાણા બુથ
  • વિરમગામના બુથ નંબર ૨૭
  • દસક્રોઈના નવા નરોડા બુથ
  • સાવલીના નહરા અને સાકરડા
  • વિસનગરના રાલિસણામાં
  • બહુચરાજીના પુલદરા અને કટોસણ
  • મોડાસાના જામઠા
  • અમદાવાદના વેજલપુરના બુથ નંબર ૫૮, વસ્ત્રાલના બુથ નંબર ૫૫ અને ખાડિયા
  • સાવલીના પિલોળ
  • સંખેડાના ગોજ્પુર સોનગીરી