Not Set/ વિરુષ્કાએ PM મોદીને આપ્યું રિસેપ્શનનું આમંત્રણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદીને રિસેપ્શનનું આમંત્રણ આપ્યું હતું. તે વખતે નરેન્દ્ર મોદીએ તેમને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. હમણાંજ થોડા સમય પેહલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ટસ્કનીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. વિરાટ લગ્નના બે રિસેપ્શન આપવાનો છે. એક દિલ્હીમાં અને બીજુ મુંબઈમાં જ્યાં સ્ટાર લોકો અને ક્રિકેટરો હાજરી […]

Top Stories

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદીને રિસેપ્શનનું આમંત્રણ આપ્યું હતું. તે વખતે નરેન્દ્ર મોદીએ તેમને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. હમણાંજ થોડા સમય પેહલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ટસ્કનીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં.

વિરાટ લગ્નના બે રિસેપ્શન આપવાનો છે. એક દિલ્હીમાં અને બીજુ મુંબઈમાં જ્યાં સ્ટાર લોકો અને ક્રિકેટરો હાજરી આપશે. વિરાટ કોહલીએ લગ્નના કારણે ક્રિકટમાં હાલ બ્રેક લીધો છે. હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 સિરીજમાં તેમના બદલે રોહિત શર્માએ કપ્તાન પદ સંભાળ્યું છે.

વિરાટનું રિસેપ્શન 21 તારીખે તાજ ડિપ્લોમેટિક અંક્લેવના દરબાર હોલમાં થવાનું છે. આ હોટલ મુગલ યુગ ડીઝાઇન બન્યું છે. ધોલપુર ના પિંક કલરના પથ્થર લગાવામાં આવ્યાં છે. આ હોટલમાં એન્ટીક ચીજો અને કલાત્મક વસ્તુઓ લગાવવામાં આવી છે.

હોટલના 292 લગ્જરી રૂમો માંથી આકાશ સાફ સાફ જોઈ શકાય છે. તાજ ડિપ્લોમેટિક અંક્લેવના દરબાર હોલ ખુબ જ મોંઘુ દરબાર હોલ છે, જ્યાં વિરાટ કોહલી અને અનુષ્કાનું રિસેપ્શન છે. જેમાં 1000 મહેમાનને બેસવાની વ્યવસ્થા છે.