ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે સીરીઝમાં શ્રીલંકા સામે ૨-૧ થી વિજય મેળવ્યો હતો.આ અગાઉ ટેસ્ટ સીરીઝ પણ પોતાના નામે ટીમ ઇન્ડિયા કરી ચુકી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, ટીમ ઇન્ડિયા એક વધુ સીરીઝ પોતાના નામે કરી શકે છે.લગભગ બધા ખેલાડી પોતાના શાનદાર ફોર્મમાં છે.ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝની બીજી મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડીયમમાં સાજે ૭ વાગે રમાશે. ઇન્ડિયા સીરીઝમાં ૧-૦ થી આગળ છે. કટકમાં રમાયેલ પ્રથમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૯૩ રનથી હરાવી પોતાની સૌથી મોટી ટી-૨૦ જીત મેળવી હતી.ભારત તરફથી રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની અને મનીષ પાંડેની શાનદાર બેટિંગ અને યુવા સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
