Cricket/ રાહુલ દ્રવિડે BCCIને કરી ખાસ અપીલ, હવે ટીમ 9 ઓક્ટોબરે પ્રવાસે નહીં જાય

અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમે ટીમની સાથે નેટ બોલર અને સ્ટેન્ડબાય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. જો BCCI રાહુલ દ્રવિડની…

Trending Sports
Rahul Dravid BCCI

Rahul Dravid BCCI: ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમને વહેલી મોકલવા વિનંતી કરી છે. દ્રવિડે BCCIને ટીમ ઈન્ડિયા માટે વધુ પ્રેક્ટિસ મેચોની વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી છે. પહેલા આ ટીમ 9 ઓક્ટોબરે પ્રવાસે જવાની હતી, પરંતુ દ્રવિડની વિનંતી બાદ હવે ટીમ 5 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થાય તેવી શક્યતા છે. ટીમ હવે ઓસ્ટ્રેલિયામાં 2-3 વધુ પ્રેક્ટિસ મેચ રમશે. બીસીસીઆઈના એક અધિકારીએ, “અમે કેટલીક ટીમો સાથે વાતચીત કરી રહ્યા છીએ, જેઓ આઈસીસી દ્વારા આયોજિત વોર્મ-અપ મેચો ઉપરાંત અમારી સાથે મેચ રમશે. T20 વર્લ્ડ કપની આખી ટીમ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફ સાથે 5 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.

અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમે ટીમની સાથે નેટ બોલર અને સ્ટેન્ડબાય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. જો BCCI રાહુલ દ્રવિડની અપીલ સ્વીકારે છે, તો ભારતીય ટીમ હવે 4 ઓક્ટોબરે ઈન્દોરમાં સાઉથ આફ્રિકા સામે ત્રીજી T20 ઈન્ટરનેશનલ રમીને તરત જ રવાના થઈ જશે. BCCI ICC દ્વારા આયોજિત બે મેચો ઉપરાંત ન્યૂઝીલેન્ડ (17 ઓક્ટોબર) અને ઓસ્ટ્રેલિયા (18 ઓક્ટોબર) સામે ઓછામાં ઓછી ત્રણ વોર્મ-અપ મેચનું આયોજન કરી રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં હજુ બે વોર્મ-અપ મેચ રમવાની છે. T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12 તબક્કાની શરૂઆત પહેલા ભારત બ્રિસ્બેનના ગાબા ખાતે અનુક્રમે 17 ઓક્ટોબર અને 19 ઓક્ટોબરે યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે રમશે.

T20 વર્લ્ડ કપ 2022 માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડ બાય ખેલાડીઓઃ મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

આ પણ વાંચો: Assembly Session / વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને કર્યો જોરદાર વિરોધ

આ પણ વાંચો: મોટા સમાચાર / રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં અવસાન

આ પણ વાંચો: Raju Srivastava Death / રાજુ શ્રીવાસ્તવની છેલ્લી પોસ્ટ, એડમિટ થયા પહેલા શેર કર્યો હતો આ વીડિયો