Not Set/ ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા ૨૦૧૭ની ટોપ ૧૦૦ સેલેબ્રિટીઝની યાદી કરાઈ જાહેર, જુઓ

વિશ્વના પ્રખ્યાત મેગેઝીન ફોર્બ્સ દ્વારા ભારતની ૨૦૧૭માં ટોચની ૧૦૦ સેલેબ્રિટીઝની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અભિનેતા સલમાન ખાને વધુ એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સલમાન ખાને આશરે ૨૩૨ કરોડ રૂપિયાની કમાણી સાથે બાજી મારી છે અને આ સાથે જ તે સતત બીજા વર્ષે પણ આ યાદીમાં ટોચના સ્થાને રહ્યો છે. જયારે બોલીવુડ કિંગ […]

Entertainment

વિશ્વના પ્રખ્યાત મેગેઝીન ફોર્બ્સ દ્વારા ભારતની ૨૦૧૭માં ટોચની ૧૦૦ સેલેબ્રિટીઝની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અભિનેતા સલમાન ખાને વધુ એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સલમાન ખાને આશરે ૨૩૨ કરોડ રૂપિયાની કમાણી સાથે બાજી મારી છે અને આ સાથે જ તે સતત બીજા વર્ષે પણ આ યાદીમાં ટોચના સ્થાને રહ્યો છે. જયારે બોલીવુડ કિંગ શાહરૂખ ખાન રૂ.૧૭૦ કરોડની કમાણી સાથે બીજા સ્થાને અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ૧૦૦ કરોડ રૂપિયાની સાથે ત્રીજા સ્થાને છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં ૪૬ કલાકારો, ૧૫ ક્રિકેટરો અને ૧૫ મહિલા સેલેબ્રિટીઝને સ્થાન આપવામાં આવ્યું છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ યાદીના ટોપ ૧૦ સેલિબ્રિટીઝ :

૧. સલમાન ખાન – ૨૩૨ કરોડ રૂપિયા

૨.શાહરૂખ ખાન – ૧૭૦ કરોડ રૂપિયા

૩.વિરાટ કોહલી – ૧૦૦ કરોડ રૂપિયા

૪.અક્ષય કુમાર – ૯૮ કરોડ રૂપિયા

૫. સચિન તેંડુલકર – ૮૨ કરોડ રૂપિયા

૬. આમિર ખાન – ૬૯ કરોડ રૂપિયા

૭. પ્રિયંકા ચોપરા – ૬૮ કરોડ રૂપિયા

૮. મહેન્દ્રસિંહ ધોની – ૬૪ કરોડ રૂપિયા

૯. ઋતિક રોશન – ૬૩ કરોડ રૂપિયા

૧૦. રણવીર સિંહ – ૬૨ કરોડ રૂપિયા