બાહુબલી ફિલ્મથી દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનારા રાણા દુગ્ગુબતી ૨૦૧૭માં પોતાના ફૈંશને પોતાની આવનારી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ ફિલ્મની ગીફ્ટ આપી હતી.. આ ફિલ્મમાં તે એક હાથી સાથે જોવા મળવાના છે.
રાજેશ ખન્નાની ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ પર આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થશે. ફિલ્મને ડાયરેક્ટ પ્રભુ સોલોમન કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી બનદેવ નામના કિરદારમાં જોવા મળશે. તરણ આદર્શ ટ્વીટ કરીને ફિલ્મની જાણકારી આપી હતી.
Rana Daggubati as #Bandev in #HaathiMereSaathi… Directed by Prabhu Solomon… Produced by Eros International’s Trinity Pictures… Will be shot in Hindi, Telugu and Tamil… Diwali 2018 release. pic.twitter.com/PSV0tB4O4n
— taran adarsh (@taran_adarsh) January 1, 2018
ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રીલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ રાજેશ ખન્નાની ફિલ્મની રીમેક નથી, આ ફિલ્મ એક સત્ય ધટના પર આધારિત ફિલ્મ છે.
