મુંબઇ
બીગ બોસની નવી સીઝન શરૂ થઇ છે અને પહેલા દિવસે જ કંટેસ્ટેંટના વચ્ચે લડાઈનો સિલસિલો શરુ થઇ ગયો છે. કોમનર બનીને શોમાં આવેલ સોમી ખાન અને શિવાશીષ મિશ્રા વચ્ચે વાદવિવાદ થયો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમનો આ ઝગડો રિયલ નહોતો. બંને આ પહેલા આ વિશે પ્લાનિંગ કરી હતી.
હકીકતમાં આ શોમાં સોમી કંઇક ક્રિએટીવ કરવા માંગતી હતી એટલે તેણે તેના દોસ્ત શીવાશીષ સાથે ખોટી લડાઈનું નાટક કરવાનો પ્લાન કર્યો હતો. રાત્રે સુવાના સમયે બંનેએ ચંપ્પલને લઇને ઝગડો શરૂ થયો હતો.સોમીએ શિવાશીષને સવાલ કર્યો કે તેણે આ ચંપ્પલ આ રીતે કેમ મુક્યા છે.? આ રીતે મુકે છે કોઈ ચંપ્પલ? પછી ઝગડો વધવા લાગ્યો અને શિવાશીષએ સોમીએ કહ્યું કે ‘એક હાથથી લાફો પડી જશે. ત્યાર પછી બીજા ઘરના લોકો શિવાશીષને આ રીતે વાત કરવા માટે ના પડે છે.
આ લડાઈ પહેલાં સોમી-સબાને બહારના એરિયામાં કહે છે કે ખુબ જ બોરિંગ ફીલ થઇ રહ્યું છે. હવે કોઇ નકલી ઝગડો કરીએ. સોમી અને શિવાશીષનો આ જુઠો ઝગડો દર્શકોને કેટલો પંસદ આવ્યો છે એ તો એલિમિનેશનના દિવસે જ ખબર પડશે. પરંતુ આવુ કરવાથી સોમી-સબા અને શિવાશીષ ઘરના લોકોની નજરમાં આવી ગયા છે. જો કે ઘરના બીજા સભ્યોને એ પણ ખબર પડી ગઈ તેમની આ લડાઈ નકલી હતી.
હવે મંગળવારના એપિસોડમાં બતાવવામાં આવશે કે ટાસ્ક દરમિયાન કેવી રીતે સોમી-સબા ઘરવાળાના નિશાના પર આવશે. આ ટાસ્કમાં મોડરેટરની ભૂમિકામાં શિલ્પા શિંદે અને કરણ પટેલ હશે. શોના પ્રોમોમાં બંને બહેનોની બાકીના ઘરના લોકો સાથે નોકજોક પણ બતાવી છે. તેમના અડિયલ વલણથી બધા લોકોએ તેમની ખુબ જ ટીકા કરી છે. એ જોવાનું ખુબ જ રસપ્રદ રહેશે કે ઘરના પહેલા ઝગડાનો ઉકેલ લાવવા માટે શિલ્પા શિંદે અને કરણ પટેલ શું કરે છે.
