અમદાવાદ શહેરમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધવાની સાથે જ લોકોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ચાળો પગ પેસરી રહ્યો છે. શહેરના સરકારી હોસ્પિટલ અને દવાખાનોમાં પાણીજન્ય રોગચાળાના કારણે ૮૬૭ જયારે મચ્છરજન્ય રોગના ૧૮૫થી વધુ કેસો નોધાયા છે. વધતા રોગો અને દર્દીઓની સંખ્યામાં છતાય મંગળવારે દેશભરના ડોકટરોએ સરકાર સામે વિરોધ નોધાવાવના નિર્ણય કરીને હડતાળ પર ઉતર્યા છે ત્યારે સરકારની સાથે સામાન્ય જનતાની પણ મુશ્કેલીઓમાં વધારો છે.
જ્યારે આનાથી વધુ ખાનગી હોસ્પિટલો લેબોરેટરી, અને ખાનગી ડોકટરો પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવે તો પાણીજન્ય રોગચાળાના દર્દીઓના આંકડા ૨૩૦૦ અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા ૮૦૦ની ઉપર પહુચી ગયા છે. ઠેર ઠેર ઉભરાતી ગટરો અને તેના કારણે સપ્લાય થતાં પ્રદૂષિત પાણીના કારણે ગયા ૨૦૧૬ના આખા વર્ષમાં ઝાડા-ઉલ્ટીના ૮૭૪૭ કેસો નોંધાયા હતા, જેની તુલનામાં ૨૦૧૭માં ૯૨૧૩ દર્દીઓ મ્યુનિ.ની હોસ્પિટલોમાં દાખલ થયાનું નોંધાયું છે. સામાન્ય રીતે ઠંડી સિઝનમાં પાણીથી થતાં રોગોમાં ઘટાડો થતો હોય છે પણ ચાલુ વર્ષે કેસોના આંકડામાં નોધપાત્ર વધારો થયો છે.
