રાજકોટમાં વધતાં કોરોનાનાં કેસો વચ્ચે રાજનીતિ ફરી એક વખત ગરમાઇ હોવાનુું સામે આવી રહ્યું છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે દ્વારા આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે, રાજકોટ કલેકટર અને મનપા કમિશનર વચ્ચેનો ગજગ્રાહ કોરોનાને ફળ્યો છે અને આ ગજગ્રાહનાં કારણે જ શહેરમાં કોરોના ફાલ્યો ફૂલ્યો જોવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસનાં નેતાએ રેમ્યા મોહન અને ઉદિત અગ્રવાલ વચ્ચે અહમનો ટકરાવ અને ટકરાવનાં કારણે તણાવ વધતાં કોરોનાનાં કેસોમાં વધારો થયો હોવાની વાત કહેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડા અને મહેશ રાજપૂત દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર સારી કામગીરી કરી રહ્યાં છે તેવું કહવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
