Not Set/ શતાબ્દી એક્સપ્રેસમાં અનુભૂતિ કોચ હજુ છ દિવસ દોડશે.

અમદાવાદથી બુધવારે રવાના થયેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક ખાસ કોચ જોડવામાં આવ્યો હતો. અનુભૂતિ નામનો આ કોચ વિમાનમાં હોય એ પ્રકારની મોટાભાગની સુવિધા ધરાવે છે. ગુજરાતની પ્રથમ ‘ અનુભૂતિ કોચ ‘ ધરાવતી શતાબ્દી ટ્રેન અમદાવાદ અને મુંબઇ વચ્ચે ત્રીજી જાન્યુઆરીથી શરુ કરીને છઠ્ઠી જાન્યુઆરી સુધીના ચાર દિવસ માટે દોડાવવામાં આવનાર હતી. એરક્રાફ્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતો આ કોચ શતાબ્દી […]

Gujarat

અમદાવાદથી બુધવારે રવાના થયેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક ખાસ કોચ જોડવામાં આવ્યો હતો. અનુભૂતિ નામનો આ કોચ વિમાનમાં હોય એ પ્રકારની મોટાભાગની સુવિધા ધરાવે છે.

ગુજરાતની પ્રથમ ‘ અનુભૂતિ કોચ ‘ ધરાવતી શતાબ્દી ટ્રેન અમદાવાદ અને મુંબઇ વચ્ચે ત્રીજી જાન્યુઆરીથી શરુ કરીને છઠ્ઠી જાન્યુઆરી સુધીના ચાર દિવસ માટે દોડાવવામાં આવનાર હતી. એરક્રાફ્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતો આ કોચ શતાબ્દી ટ્રેનમાં ૧૯ કોચમાંથી એક કોચ તરીકે જોડવામાં આવ્યો હતો.

અમદાવાદ વચ્ચે શતાબ્દી એક્સપ્રેસમાં જોડવામાં આવેલો અનુભૂતિ કોચ હજુ વધુ છ દિવસ સુધી શતાબ્દી એક્સપ્રેસમાં લાગેલો રહેશે અગાઉ અનુભૂતિ કોચને છ જાન્યુઆરી સુંધી પ્રાયોગિક હતો. જે હજુ 13 જાન્યુઆરી સુંધી રહેશે. અમદાવાદ મુંબઈ વચ્ચેના પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા અને પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવેલા આ અનુભૂતિ કોચને સારો આવકાર મળતા પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મુંબઈ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસના પ્રવાસીઓ માટે અનુભૂતિ કોચનું બુકિંગ નવા ટ્રેન નંબર 22009 – 22010થી કરવા માટેની હંગામી વ્યવસ્થા 8મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

આ અનુભૂતિ કોચમાં રીડીંગ લાઇટ, અટેન્ડન્સ કોલ બટન, એલઇડી ટીવી સ્ક્રીન, સીટ વીથ ફૂટ રેસ્ટ, હેડફોન, ચાર્જર, આધુનિક ટોઇલેટ, સ્ટાઇલીશ ઇન્ટિરીયર, આરામદાયક સીટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.