Gandhinagar News/ ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે

Gujarat
Beginners guide to 2025 03 21T193955.119 ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”

Gandhinagar News : ગાંધીનગર ખાતે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે.

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. આ ચાર દિવસીય દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સ્પર્ધાઓ યોજાશે.

આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, પાટીદાર નેતાઓએ SP સહિતના પોલીસ અધિકારીઓની DGP ને ફરિયાદ કરશે

આ પણ વાંચો:મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો દાવો કર્યો ,કહ્યું’પાયલનો કોઈ રોલ નથી…’

આ પણ વાંચો:જાહેરમાં સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને લખ્યો પત્ર