Not Set/ ૨૫ જાન્યુઆરીએ પદ્માવત-પેડ મેન વચ્ચે થશે ટક્કર

  મુંબઇ ૨૫ જાન્યુઆરીએ  પદ્માવત રિલીઝ થવાની ડેટ આવી ગઈ છે. ત્યારે એ જ દિવસે અક્ષય કુમારની પેડ મેન પણ રિલીઝ થઇ રહી છે.બોક્સ ઓફિસમાં પર હવે રણવીર અને અક્ષય કુમારની ટક્કર થઇ શકે છે. પેડ મેનના પ્રોડ્યુસર અને અક્ષયની પત્ની  ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે બંને ફિલ્મ એકસાથે રિલીઝ થશે તો બંને ફિલ્મને નુકસાન […]

Entertainment

 

મુંબઇ

૨૫ જાન્યુઆરીએ  પદ્માવત રિલીઝ થવાની ડેટ આવી ગઈ છે. ત્યારે એ જ દિવસે અક્ષય કુમારની પેડ મેન પણ રિલીઝ થઇ રહી છે.બોક્સ ઓફિસમાં પર હવે રણવીર અને અક્ષય કુમારની ટક્કર થઇ શકે છે. પેડ મેનના પ્રોડ્યુસર અને અક્ષયની પત્ની  ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે બંને ફિલ્મ એકસાથે રિલીઝ થશે તો બંને ફિલ્મને નુકસાન થઇ શકે છે.

પદ્માવત ફિલ્મ  ઈતિહાસ પર આધરિત છે. જયારે અક્ષય કુમારની ફિલ્મ સામાજિક મુદ્દા પર બનાવવામાં આવી છે. અક્ષયનું કહેવું છે કે તેઓ ફિલ્મની રિલીઝ ડેટ સાથે કોઇ સમજુતી કરવા નથી માંગતા. પેડ મેનના એકટરે જણાવ્યું કે પદ્માવત ફિલ્મ અદભુત હશે. પરંતુ અમને અમારી ફિલ્મ પર પૂરો ભરોસો છે. અમે ૨૫ જાન્યુઆરીએ જ ફિલ્મ રિલીઝ કરીશું.

પદ્માવત ફિલ્મના એક દિવસ પછી રિલીઝ થનારી ફિલ્મ અય્યારી ની તારીખ આગળ વધારવામાં આવી છે. પદ્માવત ફિલ્મનું શુટિંગ પૂરું થતા જ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. પરંતુ વિવાદના કારણોસર તે રિલીઝ ન થઇ શકી.