Not Set/ 200 રાજપુત મહિલાઓએ જોહર માટે નામ નોંધાવ્યું

જોધપુર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મ પદ્માવતનો વિરોધ કરણી સેના કરવા મક્કમ છે. હવે કરણી સેનાની મહિલાઓએ પણ આ વિરોધમાં ઝંપલાવ્યું છે. કરણીસેનાની મહિલાઓએ એવી ચીમકી આપી છે કે, જો ફિલ્મને રીલીઝ કરવામાં આવશે તો તેઓ જોહર કરશે. રજપુત મહિલાઓનું કહેવું છે, કે જો ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તો ચિતોડના કિલ્લામાં જ તેઓ  જૌહર કરશે. બીજી […]

India

જોધપુર,

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મ પદ્માવતનો વિરોધ કરણી સેના કરવા મક્કમ છે. હવે કરણી સેનાની મહિલાઓએ પણ આ વિરોધમાં ઝંપલાવ્યું છે. કરણીસેનાની મહિલાઓએ એવી ચીમકી આપી છે કે, જો ફિલ્મને રીલીઝ કરવામાં આવશે તો તેઓ જોહર કરશે. રજપુત મહિલાઓનું કહેવું છે, કે જો ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તો ચિતોડના કિલ્લામાં જ તેઓ  જૌહર કરશે.

બીજી તરફ કરણી સેનાએ સિનેમાઘરોના માલિકોને આવેદન આપી ફિલ્મ રિલીઝ ન કરવા જણાવ્યું છે. વધુમાં કહ્યું હતું કે, જો કોઈ સિનેમાઘરમાં આ ફિલ્મ બતાવશે તો તેને આગ ચાંપી દઈશું.

 શનિવારે રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ તૃપ્તિસિંહ અને મંગળા દેવડા સહિતની મહિલાઓએ પદ્માવતી મંદિર પરિસરમાં બેઠક કરી હતી.

રાજપુત મહિલાઓએ ચિતોડના કિલ્લામાં જૌહર કરવાની ધમકી આપી છે. જેના માટે 200 મહિલાઓએ પોતાનુ નામ નોંધાવ્યું છે.