Not Set/ પદ્માવતનો ભારે વિરોધ, એસટી બસો બંધ કરાઇ, હાઇ-વે પર ચક્કાજામ

ગાંધીનગર ‘પદ્માવત’ ફિલ્મના રીલિઝને લઇને ચાલી રહેલા વિવાદને કારણે કરણી સેનાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતના નાગરિકોને તેની અસર થઈ રહી છે.કરણી સેનાના કાર્યકરોએ રાજ્યમાં અનેક ઠેકાણે  વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરી હતી. તેમજ એસટી બસોને પણ આગ લગાવી હતી. જેને પગલે પહેલા ઉત્તર ગુજરાત અને બાદમાં સુરક્ષાના કારણોસર મધ્ય ગુજરાત તરફ જતી […]

Top Stories
padmavat oppose પદ્માવતનો ભારે વિરોધ, એસટી બસો બંધ કરાઇ, હાઇ-વે પર ચક્કાજામ

ગાંધીનગર

પદ્માવત’ ફિલ્મના રીલિઝને લઇને ચાલી રહેલા વિવાદને કારણે કરણી સેનાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતના નાગરિકોને તેની અસર થઈ રહી છે.કરણી સેનાના કાર્યકરોએ રાજ્યમાં અનેક ઠેકાણે  વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરી હતી. તેમજ એસટી બસોને પણ આગ લગાવી હતી. જેને પગલે પહેલા ઉત્તર ગુજરાત અને બાદમાં સુરક્ષાના કારણોસર મધ્ય ગુજરાત તરફ જતી એસ ટી બસોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય કરાયો છે. જેને પગલે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ રવિવારે પણ યથાવત રહેતાં અનેક રૂટ્સ પણ એસટીની બસ સેવાઓ સ્થગિત કરાતા લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી રહેલ કરણીસેના અને મહાકાલ સેનાના કાર્યકરોએ ઉત્તર ગુજરાતના અનેક હાઇ-વે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરતાં એસટી બસો સ્થગિત કરાઇ હતી.એસટીના નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણાના 11 અને પાટણના 8 ડેપોમાં તમામ બસ સેવાઓ બંધ કરાઇ છે.મહેસાણાના 250 રૂટ અને પાટણના 172 રૂટ બંધ કરાયા છે.

મહેસાણા જિલ્લામાં ‘પદ્માવત’નો વિરોધ ઉગ્ર બનતા જિલ્લામાં ત્રણ બસોમાં આગ ચંપી બાદ જિલ્લાની તમામ એસટી સેવા મોડી રાતથી બંદ કરી દેવાઈ હતી તેમજ બસ ડેપો અને બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે. મહેસાણાના કડી વિજાપુર, બહુચારજી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, સતલાસણા સહિત પાલનપુર અને પાટણ જિલ્લામાં પણ એસટીના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. મહેસાણા વિભાગમાં છેલ્લા 11 કલાકમાં 1300થી વધુ ટ્રિપો રદ કરી દેવાઈ છે.

સુરતમાં  પદમાવત ફિલ્મનો અનોખો વિરોધ કરાયો છે.અખિલ ભારતીય યુવા મોરચાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં  ફિલ્મ રિલીઝ કરનાર સિનેમાઘરોને ખાક કરવાની ચીમકી આપી હતી. જ્વલનશીલ પદાર્થોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે પથ્થર ને ફુલ અને પેટ્રોલને ગંગાજળ સમજી વિરોધ કરશું અને કોઈ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થશે તો તેને આગથી ચાંપી દઈશું.

જંબુસરમાં ફિલ્મના વિરોધ કરણીસેનાએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

સુરતના ઓલપાડ દેલાડ પાટીયા પાસે ચક્કાજામ કરાયો હતો.

ઊંઝા એસ.ટી ડેપોના તમામ શિડ્યુલો બંધ રહ્યા છે. જેને કરને મુસાફરો અટવાયા હતા.એસ ટી બંધ ના પગલે ઊંઝા ડેપોને અઢીલાખ નું નુકસાન થયું છે. મહેસાણાના 11 ડેપોની 250 રૂટ તો પાટણ ના 8 ડેપોના 172 રૂટ બંધ રાખ્યા છે.

મહેસાણામાં  પણ તમામ બસ સ્થાનિક ડેપોમાં જ  અટકાવી દેવાઇ છે.

અમદાવાદમાં પણ  હાઇવે ઉપર બસ સળગાવવાનો મામલો સામે આવ્યો છે. ગત મોડી સાંજે રાજપુર ગામ પાસે બસ સળગાવી હતી.આ ST બસ અમદાવાદથી ધાનેરા જતી હતી ત્યારે ઘટના બની હતી. એટલું જ નહિ પણ ડ્રાયવર ઉપર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ડ્રાયવર પર પથ્થરમારો કરી લાકડી અને ધોકા વડે માર્યો હતો. હુમલો કરનાર  ટોળામાં ૧૫૦ થી વધુ લોકો હતા.તેમના વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.