Not Set/ જુઓ, ગણતંત્ર દિવસ પર રાજપથ પર જોવા મળેલી રાજ્યો તેમજ મંત્રાલયની સાંસ્કૃતિક ઝાંખીઓ

દિલ્લી, દેશ આજે ૬૯મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્લીમાં રાજપથ ખાતે શાનદાર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરેડમાં ભારતીય સેનાની ત્રણેય સેના થલ, જલ અને વાયુ સેનાઓની તાકાતની ઝાંખી પૂરી દુનિયા જોઈ રહી છે. આ પરેડની શરૂઆત આસિયાન દેશોના ગ્રુપ સાથે થઇ હતી. ત્યારબાદ સેનાના યુદ્ધ ટેન્કો, હથિયાર, સૈનિકો અને દેશના અલગ અલગ રાજ્યોની […]

Top Stories

દિલ્લી,

દેશ આજે ૬૯મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્લીમાં રાજપથ ખાતે શાનદાર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરેડમાં ભારતીય સેનાની ત્રણેય સેના થલ, જલ અને વાયુ સેનાઓની તાકાતની ઝાંખી પૂરી દુનિયા જોઈ રહી છે. આ પરેડની શરૂઆત આસિયાન દેશોના ગ્રુપ સાથે થઇ હતી. ત્યારબાદ સેનાના યુદ્ધ ટેન્કો, હથિયાર, સૈનિકો અને દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખીઓને પણ પરેડમાં સામેલ થઇ હતી.

જુઓ, રાજપથમાં પરેડમાં સામેલ થયેલી અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ :

  • ગુજરાત, આસામ, મણિપુર, હિમાચલ પ્રદેશ, પંજાબની સાંસ્કૃતિક ઝાંખી

  • રાજપથ પર નીકળેલી મહારાષ્ટ્રની સંસ્ક્રુતિની ઝાંખીમાં રાજા છત્રપતિ શિવાજીની પ્રતિકૃતિ

  • જમ્મુ-કશ્મીર, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ઉત્તરાખંડની સાંસ્કૃતિક ઝાંખી

  • કેરલ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, લક્ષદ્વીપની સંસ્કૃતિની ઝાંખી

  • કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ખેલો ઇન્ડિયાની પ્રતિકૃતિ

  • કેન્દ્ર સરકારના ઇન્કમટેક્ષ વિભાગની પ્રતિકૃતિ

  • રાજપથ ખાતે પહેલીવાર સામેલ થયેલી આસિયાન દેશોની પ્રતિકૃતિ
  • ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનની પ્રતિકૃતિ