Not Set/ શિવસેના ભાજપનો પીછો છોડતી નથી , હવે NDA ગઠબંધન પર જ નિશાન

મુંબઈ, શિવસેનાએ ફરી એકવાર પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યુ છે. ભાજપ પર આક્ષેપો કરતા શિવસેનાએ ટીડીપીના ચંદ્રબાબુ નાયડુનુ સમર્થન કર્યુ છે. શિવસેનાએ જણાવ્યુ છે, કે ચંદ્રબાબુ નાયડુ સાચુ કહી રહ્યા છે કે, ભાજપ ગઠબંધન ધર્મનુ પાલન કરી રહ્યુ નથી. સામનામાં લખવામાં આવ્યુ છે કે, ભાજપની કાર્યપદ્ધતિ અત્યારે રાજ્યમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરી […]

India

મુંબઈ,

શિવસેનાએ ફરી એકવાર પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યુ છે. ભાજપ પર આક્ષેપો કરતા શિવસેનાએ ટીડીપીના ચંદ્રબાબુ નાયડુનુ સમર્થન કર્યુ છે.

શિવસેનાએ જણાવ્યુ છે, કે ચંદ્રબાબુ નાયડુ સાચુ કહી રહ્યા છે કે, ભાજપ ગઠબંધન ધર્મનુ પાલન કરી રહ્યુ નથી. સામનામાં લખવામાં આવ્યુ છે કે, ભાજપની કાર્યપદ્ધતિ અત્યારે રાજ્યમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરી સત્તા પડાવી લેવાની છે. ત્યારબાદ પોતાના મિત્ર પક્ષના જ પગ કાપી નાંખીને પોતે એકલા હાથે સત્તા પડાવી લેવા માંગે છે.

શિવસેનાએ વધુમાં ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપની આ કાર્યપદ્ધતિને શિવસેના સફળ થવા નહીં દે. અમે ભાજપની આ કૂટનીતિનો લોકો સમક્ષ પર્દાફાશ કરીને રાજ્યમાં સ્વાભિમાનનો ભગવો ઝંડો ફરકાવીશું. સામનામાં જણાવાયુ છે કે, ૨૦૧૯માં મહારાષ્ટ્રમાંથી ભાજપને પોતાના સાંસદો જીતાડવા ભારે પડવાના છે.

શિવેસનાએ ભાજપ પર બિલ્ડરો અને ઠેકેદારોના પૈસે રાજનીતિ કરવાનો આક્ષેપ કરતા જણાવ્યુ કે, આવી રાજનીતિ હવે ટકવાની નથી.

સમય એવો આવશે કે ભાજપને ગઠબંધન માટે પૃથ્વી પર તો કોઈ મિત્ર પક્ષ મળશે નહીં. તેમણે હવે બીજા જ ગ્રહો પર જઈને મિત્રો શોધવા પડશે.

મહત્વનુ છે કે, ટીડીપીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ ભાજપ પર ગઠબંધન ધર્મનુ પાલન ન કરવાનો આક્ષેપ કરીને ગઠબંધન તોડવાના સંકેત આપ્યા હતા.