Not Set/ 60માં ગ્રેમી એવોર્ડમાં આ સ્ટાર છવાયા, પ્રિયંકા ગાયબ રહી

ન્યુયોર્ક, ન્યુયોર્કના મેડીસન સ્કેવર ગાર્ડનમાં ૬૦મો ગ્રેમી એવોર્ડ યોજાઇ ગયો હતો. મ્યુઝીક ક્ષેત્રે જાણીતા ગ્રેમી એવોર્ડમાં કેડ્રીક લેમર ના પર્ફોમન્સથી સિતારોથી ભરપુર એવી આ સાંજની શરૂઆત થઇ હતી. ગ્રેમી એવોર્ડમાં ૭ કેટેગરીને નોમીનેટ કરવામાં આવી હતી. જેમ્સ કોર્ડનના યજમાન પદે શરૂ થયેલાં ગ્રેમી એવોર્ડમાં ઇડ શીરન, કેન્ડ્રીક લેમર અને બ્રુનો માર્સે અનેક એવોર્ડ જીત્યા હતા. […]

Entertainment

ન્યુયોર્ક,

ન્યુયોર્કના મેડીસન સ્કેવર ગાર્ડનમાં ૬૦મો ગ્રેમી એવોર્ડ યોજાઇ ગયો હતો. મ્યુઝીક ક્ષેત્રે જાણીતા ગ્રેમી એવોર્ડમાં કેડ્રીક લેમર ના પર્ફોમન્સથી સિતારોથી ભરપુર એવી આ સાંજની શરૂઆત થઇ હતી. ગ્રેમી એવોર્ડમાં ૭ કેટેગરીને નોમીનેટ કરવામાં આવી હતી. જેમ્સ કોર્ડનના યજમાન પદે શરૂ થયેલાં ગ્રેમી એવોર્ડમાં ઇડ શીરન, કેન્ડ્રીક લેમર અને બ્રુનો માર્સે અનેક એવોર્ડ જીત્યા હતા. કેન્ડ્રીક અને બ્રુનોએ 3-3 એવોર્ડ જીતીને મેદાન માર્યું હતુ. જ્યારે ક્રીસ સ્ટેપલ્ટને બે ગ્રેમી એવોર્ડ જીત્યા હતા.

જો કે બોલીવુડની શાન અને હોલીવુડમાં પણ ભારતનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરા આ એવોર્ડમાં હાજર રહી શકી નહોતી.

ગ્રૈમી એવોર્ડમાં લેડી ગાગાએ પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા હતા. રિહાના પણ તેના આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના ફ્રીઝી વાળ અને ડ્રેસના લીધે ટ્રોલ થઇ હતી.

એક નજર નાખીએ વિજેતાની યાદી પર…

બેસ્ટ ન્યુ આર્ટીસ્ટ – એલિસિયા કારા

બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ – એડી શેરીન (શેપ ઓફ યુ)

બેસ્ટ પોપ વોકલ આલ્બમ – એડી શેરીન

સોંગ ફ ધ યર – ધેટસ વોટ આઈ લાઇક , બ્રુનો માર્સ

બેસ્ટ રોક આલ્બમ – એ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ , ધ વાર ઓન ડ્રગ્સ

બેસ્ટ R & B – ધેટ્સ વોટ આઈ લાઇક , બ્રુનો માર્સ

બેસ્ટ રૈપ પરફોર્મન્સ – હમ્બ્લ , કેંડ્રીક લૈમર

બેસ્ટ રૈપ પરફોર્મન્સ – લોયલ્ટી, કેંડ્રીક લૈમર,રિહાના

બેસ્ટ રૈપ આલ્બમ – દામન, કેંડ્રીક લૈમર

બેસ્ટ કંટ્રી આલ્બમ – બ્રોકન હલોસ

બેસ્ટ અમેરિકાના આલ્બમ – ધ નેશવિલ સાઉન્ડ

બેસ્ટ મ્યુઝીક વીડિયો – હમ્બ્લ , કેંડ્રીક લૈમર