Not Set/ રોષે ભરાયેલા વિધાર્થીઓએ એમ.એસ યુનિવર્સિટીમાં લગાડી આગ, પુર્વ વિદ્યાર્થીની કરતૂતથી યુનિ.માં અફરાતફરી

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં આગ લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી. હેડ ઓફિસમાં આગ લગાવવામાં આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હેડ ઓફિસમાં આગ લાગતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ 11 વર્ષથી યુનિવર્સિટી તરફથી ડીગ્રી ન મળતા ચંદ્રમોહન રાવ નામના પૂર્વ વિદ્યાર્થીએ આ આગ […]

Top Stories

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં આગ લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી.

હેડ ઓફિસમાં આગ લગાવવામાં આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હેડ ઓફિસમાં આગ લાગતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ 11 વર્ષથી યુનિવર્સિટી તરફથી ડીગ્રી ન મળતા ચંદ્રમોહન રાવ નામના પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી. પોલીસે આગ લગાડનાર યુવકની ધરપકડ કરી હતી.