Not Set/ શ્રીનગર : SMHS હોસ્પિટલમાં આતંકીઓએ કર્યો હુમલો , ૧ પોલીસકર્મી શહીદ, ૨ આતંકી ફરાર

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્તિથ SMHS હોસ્પિટલમાં આતંકવાદીઓએ પોલીસની ટુકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત નીપજયું છે. જયારે ૨ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ જેલમાંથી SMHS હોસ્પિટલમાં આતંકીઓનું ચેક અપ કરવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે આતંકવાદીઓએ પોતાના સાથીને છોડાવવા માટે આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે […]

Top Stories

શ્રીનગર,

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્તિથ SMHS હોસ્પિટલમાં આતંકવાદીઓએ પોલીસની ટુકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત નીપજયું છે. જયારે ૨ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ જેલમાંથી SMHS હોસ્પિટલમાં આતંકીઓનું ચેક અપ કરવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે આતંકવાદીઓએ પોતાના સાથીને છોડાવવા માટે આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે આતંકીઓ ફરાર થયા છે જેમાં લશ્કર એ તોયબ્બાના અબુ હંજુલા નામનો આતંકી પણ સામેલ છે. આતંકી હુમલા બાદ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે.

આ હુમલા બાદ શ્રીનગરના એસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલે જણાવ્યું હતું કે, ” અમે બધા આતંકીઓને હોસ્પિટલમાં ચેક અપ કરવવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની ટુકડી પર હુમલો થયો હતો. આ હુમલામાં અબુ હંજુલા નામનો આતંકી ફરાર થવામાં સફળ થયો છે. ઉલ્લેખનીય છે કે, અબુ હંજુલા પાકિસ્તાનની નાગરિક છે અને તેને કુલગામમાંથી પકડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં પોલીસકર્મીઓ પર થયેલા આતંકી હુમલાને વખોડતા પૂર્વ જનરલ જી. ડી. બખ્શીએ જણાવ્યું, આ હુમલો અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાનથી આવા વાળા આતંકીઓનો ઈલાજ જરૂરી છે. આ માનવીના રૂપમાં ભેડિયાઓ છે, તે સતત આતંક વિરુધી પ્રવુત્તિઓ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, હમણાં જ પાકિસ્તાન દ્વારા સીમા પાર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ફાયરીંગમાં રવિવારે કેપ્ટન કપિલ કુંડુ સહિત ચાર જવાનો શહીદ થયા હતા.