Not Set/ પ્રિઝનર વાન : હવેથી પોલીસને હાથતાળી આપીને ભાગી જનારા કેદીઓના સપના થશે ચકનાચૂર, જાણો કેમ ?

અમદાવાદ, ગુનેગારના પોલીસને હાથતાળી આપીને બાથરૂમ જવાનું બહાનું કે પછી અન્ય કોઈ બહાનું કાઢીને ભાગી જવાના અત્યાર સુધીમાં અનેક કિસ્સા બન્યા છે. આ ઘટનાને લઈને ઘણી વાર પોલીસ ઉપર શંકાની નજરે જોવામાં આવે છે પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રિઝનર વાન બનાવીને આ સમસ્યાનું નિવારણ લાવી દીધું છે. ૨૫ થી ૩૦ લાખના ખર્ચે બનનારી આ […]

Gujarat

અમદાવાદ,

ગુનેગારના પોલીસને હાથતાળી આપીને બાથરૂમ જવાનું બહાનું કે પછી અન્ય કોઈ બહાનું કાઢીને ભાગી જવાના અત્યાર સુધીમાં અનેક કિસ્સા બન્યા છે. આ ઘટનાને લઈને ઘણી વાર પોલીસ ઉપર શંકાની નજરે જોવામાં આવે છે પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રિઝનર વાન બનાવીને આ સમસ્યાનું નિવારણ લાવી દીધું છે. ૨૫ થી ૩૦ લાખના ખર્ચે બનનારી આ વાનમાં જ એટેચ્ડ ટોઈલેટ હોઈ કેદીને ટોઇલેટ કે બાથરૂમ માટે નીચે નહિ ઉતરવું પડે.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રન હાલ પ્રિઝનર વાન ડીઝાઇન કરી રહ્યા છે. આ વાન માટે ગૃહ વિભાગ દ્વારા દોઢ કરોડથી પણ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં આરોપી-આતંકવાદીઓને આ પ્રિઝનર વાનમાં બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવશે.

પ્રિઝનર વાન વિશે વધુ જણાવીએ, તો આ વાનમાં આરોપીને અલગ અલગ બેસાડવા માટે કેબીન હશે કે જેને લઈને તેઓ એક બીજા સાથે વાત ન કરી શકે. આ ઉપરાંત એટેચ ટોઇલેટ-બાથરૂમની સુવિધા કરવામાં આવી છે, જેને લઈને કોઇ પણ આરોપીને બાથરૂમ જવા માટે વાનની નીચે ઉતારવો નહીં પડે. ૧૦ થી ૧૫ કલાક સુધી આરામથી કોઈ પણ આરોપીને ડર વગર જગ્યા પર પહોચાડી શકે છે.

અમદાવાદ પોલીસના એડ‌િમન વિભાગના એ‌િડશનલ પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે જણાવ્યું છે, કે પ્રિઝનર વાન ક્રાઇમ બ્રાંચ સહિત શહેરની તમામ પોલીસ ઉપયોગમાં લઇ શકશે. અત્યારે આશરે  પ જેટલી પ્રિઝનર વાન બનાવાશે. ઉપરાંત સુરક્ષિત વાન બનાવવાના કારણે હવે કેદીઓની હેરફેર માટે વધુ પોલીસની જરૂર નહીં પડે.