gujarat police/ શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી

સવા બે મહિનામાં ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુનાઓ નોંધ્યા

Gujarat

Gujarat Police : શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના અમલના સવા બે મહિના (16 ફેબ્રુઆરી 2025થી 24 એપ્રિલ 2025) દરમિયાન સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં ગુજરાત પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.

અસરકારક કામગીરીની વિગતો:
• ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SHASTRA પ્રોજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં કુલ 5529 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
• અમદાવાદ શહેર: 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 1515 ગુનાઓ નોંધાયા.
• સુરત શહેર: 9 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 3001 ગુનાઓ નોંધાયા.
• વડોદરા શહેર: 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 461 ગુનાઓ નોંધાયા.
• રાજકોટ શહેર: 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 552 ગુનાઓ નોંધાયા.

SHASTRA પ્રોજેક્ટની વિશેષતાઓ: ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત

પોલીસે SHASTRA પ્રોજેક્ટ હેઠળ લીધેલા મહત્વના પગલાં:

• સાંજે 6થી રાત્રે 12 વાગ્યા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ SHASTRA ટીમો તૈનાત કરવામાં આવી.
• ફુટ પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ, અને નાકાબંધી જેવી પ્રવૃત્તિઓ વધારવામાં આવી.
• સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખીને 135 GP એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ.
• પોલીસની હાજરીને વધુ મજબૂત કરીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ હુમલાનું હમાસ કનેક્શન… ઇઝરાયલે શું કહ્યું, તે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને અસર કરશે

આ પણ વાંચો:જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થયું તો…! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી

આ પણ વાંચો:જ્યારે ભારતે પાણી બંધ કર્યું, ત્યારે પાકિસ્તાનનું ગળું સુકાવા લાગ્યું, સુરક્ષા નિષ્ણાતો કરી રહ્યા છે બાલાકોટને યાદ