વડોદરામાં રખડતાં ઢોર બાદ હવે કપિરાજે કોહરામ મચાવ્યુ છે. પ્રતાપનગર રોડ પર આવેલા મંદિરમાં ઘુસી કપિરાજે પુજારી ને બચકું ભર્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે. પાલિકા તંત્ર રખડતા ઢોર, અને શ્વાન સામે કોઇ નક્કર કાર્યવાહી કરી શક્યું નથી, ત્યાં તો હવે વાંદરાનો ભય લોકોને સતાવે તેવી ઘટના સામે આવી છે.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યું છે જેમાં આરતી કરતા ટાણે મંદીરના કપાટ ખુલ્લા છે. મંદિરમાં પૂજારી આરતી કરી રહ્યા છે. બહાર આરતી કરીને જેવા તેઓ મંદિરના ગર્ભગ્રુહમાં પ્રવેશે છે કે, ખુલ્લા દરવાજામાંથી અચાનક એક વાંદરો આવે છે. પૂજારીના પગમાં બકચા ભરી લે છે. પૂજારી કંઇ સમજી શકે તે પહેલા વાંદરો બચકા ભરી ચૂક્યો હોય છે. પૂજારી આરતી બાજુ પર મુકીને વાંદરાને ભગાડવા માટે તેની પાછળ જાય છે. દરમિયાન તેઓ પોતાના પગમાં થયેલી ઇજાને જુએ છે. આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે.
સિંધવાઈ માતાના મંદિરના પુજારી પર હુમલો કર્યા બાદ કપીરાજ તાબડતોડ મંદિરના પ્રાંગણમાંથી ભાગી ગયો હતો. અને પુજારી મંદિરમાં જ ઘાયલ સ્થિતિમાં હતા. જોકે બાદમાં પુજારીને સ્થિનિક હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર કરાઇવી હતી. હાલમાં કપીરાજનો આતંકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો:ડોન દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર હોસ્પિટલમાં દાખલ, આ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં જનેતાએ 3 વર્ષીય પુત્રની હત્યા કરી ફાંસો ખાધો
આ પણ વાંચો:ચેસની અંડર 16માં વર્લ્ડની ટોપ 3માં ગુજરાતની વિશ્વા, ભારતમાં પહેલીવાર ચેસ ઓલમ્પિયાડ યોજાઇ
