Not Set/ બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પુજારી પકડાયો

સુરત સુરતનો એક પુજારી બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હોવાની સામે આવ્યું છે. પુજારી બાળકોને જુદી જુદી વસ્તુની જેમ કે ચોકલેટ,પતંગ આપવાની લાલચે આપીને તેના પાસે બોલાવતો હતો ત્યાર બાદ તેમના સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. આ મામલે જાણ થતા પુજારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતના નવસારી બજારમાં ગોપી તળાવ સામે એક મંદિર આવેલું છે. આ […]

Gujarat

સુરત

સુરતનો એક પુજારી બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હોવાની સામે આવ્યું છે. પુજારી બાળકોને જુદી જુદી વસ્તુની જેમ કે ચોકલેટ,પતંગ આપવાની લાલચે આપીને તેના પાસે બોલાવતો હતો ત્યાર બાદ તેમના સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. આ મામલે જાણ થતા પુજારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરતના નવસારી બજારમાં ગોપી તળાવ સામે એક મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લા ૧૫ વર્ષથી આચાર્ય વિરમુનિ શિવાલય પાંડે પુજારી તરીકે કામ કરી રહ્યો હતો. વિરમુનિ પાંડે બાળકોને ચોકલેટ અને પતંગની લાલચ આપીને મંદિરમાં બોલાવીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પોલીસ ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસે ત્રણ બાળકોને બુધવારે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વહેલી સવારે પુજરીની અટકાયત કરીને પૂજારીની પણ મેડિકલ તપાસ કરવામાં આવી હતી.