Not Set/ હાસ્ય લેખક વિનોદ ભટ્ટની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતીઓના ત્રણ પેઠીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનાર વિનોદભાઈ ભટ્ટને કેટલાક સમયથી કીડનીની તકલીફને સહન કરી રહ્યાં છે. ઘણાં દિવસથી હવે તેમના ફેફસાંમા પાણી ભરાવાની તકલીફ થઈ રહી છે, તબિયત વધારે બગડતાં તેમણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્ય લેખક વિનોદ ભટ્ટને ફેફસામાં પાણી ભરાવાના ફરિયાદને કારણે તબિયત બગડતા સારવાર માટે […]

Gujarat

ગુજરાતીઓના ત્રણ પેઠીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનાર વિનોદભાઈ ભટ્ટને કેટલાક સમયથી કીડનીની તકલીફને સહન કરી રહ્યાં છે. ઘણાં દિવસથી હવે તેમના ફેફસાંમા પાણી ભરાવાની તકલીફ થઈ રહી છે, તબિયત વધારે બગડતાં તેમણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્ય લેખક વિનોદ ભટ્ટને ફેફસામાં પાણી ભરાવાના ફરિયાદને કારણે તબિયત બગડતા સારવાર માટે અમદાવાદમાં મીઠાખડી વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીનું થોડાક સપ્તાહ અગાઉ અવસાન થયા બાદ વિનોદભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમને શરદી, ખાંસી અને હાંફ ચઢવાને કારણે શરીરમાં અશકિત આવી ગઈ હતી. હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું .