સુરત,
સુરત જિલ્લા LCBએ ઘરફોડ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. LCB પોલીસે બાતમીના આધારે કોસંબા નજીકથી ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ઝડપી પાડીને 12થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ બંને રીઢા આરોપીઓ સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા અને ઘણા સમયથી નાસતા ફરતા હતા. ત્યારે સુરત એલસીબી પોલીસે બાતમીના આધારે કોસંબા નજીકથી બંને રીઢા આરોપીઓને 2.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ હવાલે કર્યા છે.
આ આરોપીઓએ સુરત જિલ્લાના ઓલપાડ, કિમ અને કોસંબા વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આરોપી મહેશ માળી મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે. જ્યારે બીજો આરોપી વલ્લભ ઉર્ફે નટવર વસાવા મૂળ વડોદરાના કરજણનો વતની છે.
આ બંને ઝડપાયેલા આરોપીઓએ 12થી વધુ ચોરીના ગુનાઓની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની LCD ટીવી, મોબાઈલ, સોનાના દાગીનાઓ તેમજ બે બાઈકો કબ્જે કરી છે.
