Not Set/ અમદાવાદના ૬૦૦૦ સીસીટીવી કેમેરા નિષ્ફળ, ૨૪ કલાકોમાં જ ૯૮ લાખની લુંટ

અમદાવાદ અમદાવાદમાં શુક્રવારે મોડી સાંજે ૯૮ લાખ રોકડ રૂપિયાની રાજપથ ક્લબ નજીક લુંટ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાજપથ ક્લબ પાસે સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઈવર તેના ત્રણ સાથીઓને  ચા ના અડધા કપમાં નશીલો પદાર્થ ભેળવી ચૂનો લગાવી ટ્રક લઈને ભાગી ગયો હતો. આરોપી ડ્રાઈવર સુધીરકુમાર બાઘેલા એ મૂળ યુપીના ઇટાવાનો રહેવાસી છે. તે બપોરે […]

Gujarat

અમદાવાદ

અમદાવાદમાં શુક્રવારે મોડી સાંજે ૯૮ લાખ રોકડ રૂપિયાની રાજપથ ક્લબ નજીક લુંટ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાજપથ ક્લબ પાસે સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઈવર તેના ત્રણ સાથીઓને  ચા ના અડધા કપમાં નશીલો પદાર્થ ભેળવી ચૂનો લગાવી ટ્રક લઈને ભાગી ગયો હતો. આરોપી ડ્રાઈવર સુધીરકુમાર બાઘેલા એ મૂળ યુપીના ઇટાવાનો રહેવાસી છે. તે બપોરે ૨:૩૦ વાગ્યે પૈસા ભરેલી ટ્રક લઈને તેના ત્રણ સાથી ધવલ પાનવાલ, સિદ્ધાર્થ ચાવડા અને ગનમેન જીતેન્દ્ર ગુર્જર્સિંહ તોમર સાથે નીકળ્યો હતો.

પોલીસ તપાસ દરમ્યાન સુધીરની સાથે રહેલા  ત્રણ કર્મચારીએ જણાવ્યું હતું કે આરોપી સુધીર તેમના માટે ચા લઈને આવ્યો હતો. આ ચા માં નશાયુકત પદાર્થ હોવાના લીધે અમે બેભાન થઇ ગયા હતા અને તેટલામાં તે ટ્રક લઈને ભાગી છુટ્યો. પોલીસને શંકા છે કે આરોપી સુધીર આ કંપનીમાં લુંટ માટે જ નોકરીએ લાગ્યો હશે. ૯૮ લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઇ જવું એ પાછળ મહિનાઓ પહેલા આરોપી દ્વારા પ્લાનિંગ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી સુધીર એ સીએમએમ કંપનીમાં વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બર માસમાં નોકરીએ લાગ્યો હતો.

જોવાની વાત એ છે કે  સેલ્ફ એન્ડ સિક્યોર અમદાવાદ નું વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ધાટન કરાયું એને હજુ ૨૪ કલાક પણ નથી બન્યા ત્યાં નાની એવી નહિ પરંતુ રસ્તા પર સરેઆમ સીએમએમ કંપનીનો  કેશવાનનો ડ્રાઈવર ૯૮ લાખ રુપ્યની રોકડ લઈને ફરાર થઇ ગયો છે. સેલ્ફ એન્ડ સિક્યોર યોજના હેઠળ આખા અમદાવાદમાં ૬૦૦૦ CCTV કેમેરાથી શહેરમાં શું બની રહ્યું છે તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે પણ ૩૧૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સિસ્ટમ હોવા છતાં જો સરેઆમ આવી રીતે લુંટ થાય તો તે સિસ્ટમ શું કામની ! આ સિસ્ટમ વિશે જણાવીએ તો તેનો કંટ્રોલ રૂમ પાલડી ખાતે કુલ ચાર માળ અને ૨૩૦૦ સ્ક્વેર મીટરમાં બનાવાયેલો છે. આ સિસ્ટમથી માત્ર ટ્રાફિક જ નહિ પરંતુ અમદાવાદના જે તે વિસ્તારમાં પાણી ભરવાની-ગંભીર અકસ્માત –ગુનાની ઘટના આ બધા પર ચાંપતી નજર રખાશે. તેટલું જ નહી શહેરની કુલ ૬૦૦૦ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટનું તમામ એકમ કન્ટ્રોલ રૂમ ખાતેથી ચાલુ, બંધ તથા ડીમ કરીને વીજળીની બચત કરવામાં આવશે.