કેપટાઉનમાં રમાયેલી ટી-20 સિરિઝની નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાની ટીમ સામે 7 રને શાનદાર વિજય મેળવ્યો છે.
ઈન્ડિયા ટીમના કેપ્ટન સુરેશ રૈનાએ 27 બોલમાં જ 43 રન ફટકારતા અને બોલરોના સારા દેખાવને લીધે ભારતે નિર્ણાયક ત્રીજી અને અંતિમ વન ડેમાં 2-1થી શ્રેણી વિજય મેળવ્યો છે.
ભારતે પહેલા બેટિંગ લીધી હતી અને જેમાં સાત વિકેટે ૧૭૨ રન કર્યા હતા જયારે દક્ષિણ આફ્રિકાએ ૨૦ ઓવરમાં ૧૬૫ રન જ બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા ટીમમાં પ્રથવાર તક મેળવનાર ક્રિસ્ટિયાન જોંકરે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 49 રન ફટકારી ભારત માટે ખતરો ઉભો કર્યો હતો પણ ભુવનેશ્વર સહિત બીજા બોલરોના શાનદાર દેખાવે ભારતની જીતને વાસ્તવિકતા બનાવી દીધી હતી.
જો કે કેપ્ટન જેપી ડુમિનીએ પણ ૪૧ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૫ રન કર્યા હતા તેના સિવાય બીજા કોઈ બેટ્સમેનનો દેખાવ સારો રહ્યો નહતો.
ભુવનેશ્વરકુમારે ચાર ઓવરમાં ૨૪ રનમાં બે વિકેટ અને હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં ૨૨ રનમાં એક વિકેટ લઇ લીધી હતી. ઉપરાંત શિખર ધવનનો દેખાવ પણ ૪૦ બોલમાં ૪૭ રન કરીને સારો રહ્યો હતો.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પીઠમાં દુખાવાને લીધે આ મેચમાં સામેલ થઇ શક્યો નહતો.
