મુંબઈ,
પોતાની અદાઓથી ચાર દાયકાઓથી વધુ સમય દેશના લાખો ચાહકોના દિલ પર રાજ કરનારી બોલીવુડની ચાંદનીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. મુંબઈ સ્તિથ વિલે પાર્લેના પવન હંસ શ્મશાન ગૃહ ખાતે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બોની કપૂરે અભિનેત્રીના દેહને મુખાગ્નિ આપી હતી.
આ પહેલા પોતાની અંતિમ સફર પર નીકળેલા શ્રીદેવીના પાર્થિવ શરીરને લાલ રંગની બનારસી શાડી પહેરાવવામાં આવી હતી અને દુલ્હનની જેમ શણગારવમાં આવ્યો હતો. બપોરના ૨ વાગ્યાથી શ્રીદેવીની અંતિમ યાત્રા શરુ થઇ હતી અને ત્યારબાદ ૩.૩૦ વાગ્યે વિલે પાર્લેના પવન હંસ શ્મશાન ગૃહ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
Mumbai: Mortal remains of #Sridevi to be cremated with state honours. pic.twitter.com/OC64HUt2rv
— ANI (@ANI) February 28, 2018
Mumbai: Mortal remains of #Sridevi being taken for cremation pic.twitter.com/iHwov0Z5FG
— ANI (@ANI) February 28, 2018
મુંબઈ પોલીસનું બેન્ડ દ્વારા બોલીવુડની ચાંદનીને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. સફેદ ફૂલોથી સજ્જ ટ્રકમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ તિરંગામાં લાપેટાવીને મુકવામાં આવ્યો છે. ટ્રકમાં બોની કપૂર, અર્જૂન કપૂર સહિત પરિવારના તમામ સદસ્યો ઉપસ્તિથ છે.
Mumbai: Mortal remains of #Sridevi wrapped in tricolour, to be cremated with state honours. pic.twitter.com/2XtBcEPHuz
— ANI (@ANI) February 28, 2018
પ્રસુન જોશી, રણધીર કપૂર, રાજીવ કપૂર તેમજ બોલીવુડ કિંગ શાહરુખ ખાન વિલે પાર્લેના સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા હતા.
Mumbai: Shahrukh Khan arrives at Vile Parle Seva Samaj Crematorium #Sridevi pic.twitter.com/aE7V4VopJR
— ANI (@ANI) February 28, 2018
Prasoon Joshi, Randhir & Rajiv Kapoor arrive at Vile Parle Seva Samaj Crematorium #Sridevi pic.twitter.com/AW5toTetVW
— ANI (@ANI) February 28, 2018
બીજી બાજુ વિલે પાર્લેના સ્મશાન ગૃહ બહાર શ્રીદેવીના લાખો ચાહકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે.
Huge crowd outside Vile Parle Seva Samaj Crematorium #Sridevi pic.twitter.com/8mi1anqJcU
— ANI (@ANI) February 28, 2018
આ પહેલા મુંબઈના સેલિબ્રેશન ક્લબમાં મુકવામાં આવેલા શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે લાખો ચાહકો તેમજ બોલીવુડની અનેક ખ્યાતનામ હસ્તિઓ હાજર રહ્યા હતા. બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતા હેમા માલિની, જેકી શ્રોફ, અજય દેવગન, બચ્ચન પરિવાર, સંજય કપૂર, સરોજ ખાન, ફરાહ ખાન, સોનમ કપૂર, ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સહિતની તમામ હસ્તિઓ સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના અંતિમ દર્શન પહોચ્યા હતા.
Choreographer Saroj Khan, actress Jaya Bachchan & Madhuri Dixit arrive at #Mumbai's Celebration Sports Club #Sridevi pic.twitter.com/hrKbHT3G4e
— ANI (@ANI) February 28, 2018
Hema Malini and Isha Deol arrive at Celebration Sports Club to pay last respects to #Sridevi pic.twitter.com/MZnuU1rfKI
— ANI (@ANI) February 28, 2018
બોલીવુડની ચાંદની શ્રીદેવીને તમિલનાડુની એક પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Students of primary school owned by family of #Sridevi paid tributes to the actress in Sivakasi #TamilNadu pic.twitter.com/teMSl4cJLD
— ANI (@ANI) February 28, 2018
મહત્વનું છે કે, શનિવારે રાત્રે દુબઈની હોટલમાં થયેલા બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ ઉભી થયેલી અટકળો વચ્ચે એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં આ અભિનેત્રીનું નિધન આકસ્મિક રીતે ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ દુબઈની કાનૂની ઔપચારિકતાઓ તેમજ ફોરેન્સિક રિપોર્ટના કારણે તેઓના પરિવારજનોને પાર્થિવ દેહ આપવામાં આવ્યો નથી અને ભારત લાવવામાં વધુ સમય લાગી રહ્યો હતો અને અંતે મંગળવાર રાત્રે મુંબઈ પહોચ્યો હતો.
