Not Set/ વાસણા મંદિરમાં વેપારીની કરાઈ ક્રૂર હત્યા, લાશ પાસે લોખંડની પાઇપ અને કટ્ટો મળ્યા

અમદાવાદ, અમદાવાદના વાસણા વિસ્તારની લાવણ્ય સોસાયટી પાસે મંદિરમાં વેપારીની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રાન્સપોર્ટનો વેપારી મંદિરમાં દર્શન કરવા ગયો હતો ત્યારે વેપારી ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ. ફાયરીંગમાં વેપારીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અમદવાદના વાસણા વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં એક વ્યક્તિ ગંભીર અવસ્થામાં પડી હતી. પોલીસે તાત્કાલિક તપાસ […]

Top Stories

અમદાવાદ,

અમદાવાદના વાસણા વિસ્તારની લાવણ્ય સોસાયટી પાસે મંદિરમાં વેપારીની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રાન્સપોર્ટનો વેપારી મંદિરમાં દર્શન કરવા ગયો હતો ત્યારે વેપારી ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ. ફાયરીંગમાં વેપારીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

અમદવાદના વાસણા વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં એક વ્યક્તિ ગંભીર અવસ્થામાં પડી હતી. પોલીસે તાત્કાલિક તપાસ કરતા તે વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં અને મૃત પામ્યો હતો.

પોલીસે તપાસ કરતા તે વ્યક્તિનું નામ સુરેશ શાહ હોવાનું સામે આવ્યું હતું. સુરેશભાઈ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા આ વ્યક્તિ બપોરે મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. આ વેપારી પર ફાયરિંગ કરીને હત્યા કરાઈ હતી.

ફાયરીંગ થયાની જાણ થતા ઘટના સ્થળે મોટા પ્રમાણમા લોકો દોડી આવ્યા હતા. પોલિસને જાણ કરતા પોલિસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લાસને પી.એમ અર્થે ખસેડી હતી.

પ્રાથમિક તપાસ હાથ ધરતા લાસ પાસેથી લોખંડના પાઇપ, ગ્લોઝ અને કટ્ટો મળી આવ્યા છે. તેમજ પોલીસને કારતૂસ પણ મળી આવી છે. જેના દ્વારા વેપારીની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. આ અંગે પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે. જો કે સ્થાનિકોમાં અનવર અને સલીમ નામના શાર્પ શુટરોની ચર્ચા ચાલી રહી છે. જેના આધારે પોલિસે શાર્પ શુટરોની શોધખોળ હાથ ધરી છે.