Not Set/ 12 વર્ષની સગીરા પર બે વૃદ્ધોએ કર્યો બળાત્કાર, માસુમ થઈ ગર્ભવતી

રાજકોટ, રાજકોટમાં ગેંગરેપની  ઘટના  બહાર આવી છે. માત્ર 12 વર્ષની એક સગીરા પર બે વૃદ્ધોએ વારંવાર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી દેતા પોલીસે આ બંને નરાધમ વૃદ્ધોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. હેરાન કરી દે તેવી બાબત તો એ છે કે બળાત્કાર  ગુજારનાર ૬૭ અને ૬૦ વર્ષના બે ડોસાએ સાથે મળી પોત્રી જેવડી ઉમરની […]

Top Stories

રાજકોટ,

રાજકોટમાં ગેંગરેપની  ઘટના  બહાર આવી છે. માત્ર 12 વર્ષની એક સગીરા પર બે વૃદ્ધોએ વારંવાર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી દેતા પોલીસે આ બંને નરાધમ વૃદ્ધોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

હેરાન કરી દે તેવી બાબત તો એ છે કે બળાત્કાર  ગુજારનાર ૬૭ અને ૬૦ વર્ષના બે ડોસાએ સાથે મળી પોત્રી જેવડી ઉમરની 12 વર્ષની બાળાને અવાર-નવાર હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દેવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

પોલીસે બંને હવસખોરની ધરપકડ કરી છે રાજકોટની 12 વર્ષની દીકરી પર બે હવસખોર વૃદ્ધોએ નજર બગાડીને તેના પર ગેંગરેપ કર્યો હોવાનુ બહાર આવ્યું છે અને એવું પણ બહાર આવ્યું છે કે 12 વર્ષની સગીરાને પાંચથી સાત માસનો ગર્ભ રહી ગયો છે.

૬૭ અને ૬૦ વર્ષની વયના આ બંને ‘વૃદ્ધો’ બાળાને પોત્રી સમજી વ્હાલ વરસાવવાનું હોય તેને જ હવસનો શિકાર બનાવી લે છે અને એ ત્યાં સુધી કે આ બાળાના પેટમાં ગર્ભ રહી જાય છે, પતિની બિમારીથી મજબૂર માતા દિકરીને એકલી મુકી પારકા ઘરના કામ કરવા જતી રહેતી અને પાછળથી પડોશી ડોસો અને ઢગો બાળાને ઘરકામ કરવાના બહાને બોલાવી તેની સાથે ન કરવાનું કરતાં હતાં. હાલ તો પોલીસે આ બંનેની ધરપકડ કરી લીધી છે.

ફરિયાદ પરથી પોલીસે તાત્કાલિક નાનજી ધનજીભાઇ જાવીયા અને અરવિંદ કુબાવત સામે ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપી દીધા છે ત્યારે તેમની વિરુદ્ધ વિશેષ તપાસ શરૂ થઇ છે.  ત્યારે સમાજ માટે આ એક વધુ કિસ્સો લાલ બત્તી સમાન છે